કોરોનાના કેસો વધતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ ફરી સુરત પહોંચ્યા


Updated: June 30, 2020, 11:24 PM IST
કોરોનાના કેસો વધતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ ફરી સુરત પહોંચ્યા
કોરોનાના કેસો વધતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ ફરી સુરત પહોંચ્યા

સુરતમાં આરોગ્ય સચિવે પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી

  • Share this:
સુરત : કોરોના પોઝિટિવના વધતા કેસને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે સુરતમાં ફરી એક વાર ધામા નાખ્યા છે. બીજીવાર સુરતમાં આરોગ્ય સચિવે પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. સતત વધી રહેલા કોરોના પોઝિટિવના કેસને લઈ મહાનગરપાલિકામાં બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા ચર્ચા કરવામાં આવી રહી છે. કોરાના હોટ સ્પોટ બની રહેલા સુરતમાં સંક્રમણ અટકાવવા માટે અગાઉ 20મી જૂને આરોગ્ય સચિવ સુરત આવ્યા હતાં. જયંતિ રવિની સુરત મહાનગર પાલિકા મુખ્ય કચેરીની મુલાકાત લીધી હતી. મુગલીસરા ખાતે આવેલી મુખ્ય કચેરીમાં બેઠક થઈ હતી. બેઠકમાં સુરત મનપાના કમિશનર અને આરોગ્ય ખાતાના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ સિવાય શહેરના જાણીતા તબીબો પણ મિટિંગમાં જોડાયા હતા.

સુરત શહેરમાં હાલમાં કોરોનનો આંકડા ખુબ વધી ગયો છે. શહેર અને જિલ્લાવા મળી કુલ 200જેટલા કેસો દરરોજ સામે આવી રહ્યા છે. ત્યારે આજે સાંજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ સુરત પહોંચ્યા હતા. તેઓએ સિવિલની મુલાકાત લીધા બાદ સીધા જ મુગલીસરા કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મનપા કમિશનર તથા શહેરના ટોપ પ્રોફેશનલ અને નામાંકિત તબીબો સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી કે ઘરમાં સુવિધા સારી હશે તો હોમ આઇસોલેશન કરવામાં આવશે. ઘરમાં ઉપરના માળમાં એકલા રહી શકે તેવી સુવિધા હોય તો ઘરમાં સારવાર કરી શકાશે. આ સિવાય કોવિડ 19 હોસ્પિટલની કેપિસિટી વધારવા માટે પણ મનપાને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો - કોરોના : આ નંબર પર ફોન કરવાથી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના બેડની માહિતી મળશે

અનલોકમાં કેસ વધ્યા તેના માટે અનેક કારણો હોવાનું પણ જયંતી રવિએ જણાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં સાથે બેસી કામ કરે છે તેના કારણે સંક્રમણ વધ્યું છે. હોસ્પિટલ બાબતે સ્પષ્ટ ગાઈડલાઈન છે જો ખાનગી હોસ્પિટલ દ્વારા લૂંટફાટ કરવામાં આવશે અને જો કોઈ ની સ્પેસિફિક ફરિયાદ હશે તો જરૂર પગલાં ભરવામાં આવશે. આંકડાઓની વિસંગતતા કદાચ ભૂલ રહી ગયું હોય ભૂતકાળમાં એકાદ વખત બન્યું છે, સુધારો કરી લેવાશે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલમાં સંક્રમણ ન વધે તેવા પ્રયાસ કરી રહ્યા છે, છેવટે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે.

હીરા ઉદ્યોગ બંધ કરવા બાબતે મહત્વનો નિર્ણય કરાયો છે. હાલમાં વૅન્ટિલેટરની કોઈ કમી નથી. વધુ 10 વેન્ટિલેટર અમદાવાદથી સુરત આવી રહ્યા છે. જોકે સુરતથી કેટલા વેન્ટિલેટર લઇ જવાયા તેનો જયંતી રવિએ પત્રકારોને કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે લોકોને અપીલ કરી હતી કે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો મહત્તમ ઉપયોગ કરો.
First published: June 30, 2020, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading