સુરત આગઃ PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, રૂપાણીની 4 લાખની સહાયની જાહેરાત

કોંગ્રેસના નેતા પ્રફુલ તોગડિયા શું કહે છે?- કોંગ્રેસના નેતા પ્રફુલ તોગડિયાએ જણાવ્યું હતું કે, અમે મહાનગર પાલિકામાં અમે આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. કે પરંતુ જાડી ચાબડીના અધિકારીઓ પણ દેખાડવા પુરતી કામગીરી કરે છે. આને આવી ઘટનાઓ સર્જાઇ રહી છે.

 • Share this:
  કિર્તેશ પટેલ, સુરતઃ  સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેમાં 20 જેટલા માસુમ બાળકોનાં મોત થયા, એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી જેઓનું નીચે પટકાયા બાદ મૃત્યું હતું. તો સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્તિ કર્યું હતું.

  વડાપ્રધાન મોદીએ સુરત દુર્ઘટના અંગે ટ્વીટ કર્યું કે સુરતમાં બનેલી ઘટનાથી હું આઘાતમાં છું. મૃતકના પરિવારજનો પ્રત્યે હું સંવેદના જાહેર કરું છું. તથા ઘાયલો ઝડપથી સાજા થાય તથા ગુજરાત સરકાર સાથે મે વાત કરી બને તેટલી ઝડપથી મદદ પહોંચાડવામાં આવે.

  પોલીસ કમિશ્નરે શું કહ્યું?
  પોલીસ કમિશ્નર સતિષ શર્માના જણાવ્યું હતું કે, ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 100થી વધુ પોલીસ ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને સ્થાનિક લોકોએ કાબુમાં લેવા માટે કામે લાગ્યા છે. આ ઘટનામાં જે પણ કશુરવાર હશે તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવશે.

  સાંસદ સીઆર પાટીલ શું કહે છે?
  સ્થાનિક સાંસદ સી આર પાટીલના જણાવ્યા પ્રમાણે આવા પ્રકારના ટ્યૂશન ક્લાસિસને શીલ મારવામાં જોઇએ. મહાનગર પાલિકા હજી પણ આવા પ્રકારના ટ્યૂશન ક્લાસિસનો સર્વે કરવાની આવા ટ્યૂશન ક્લાસિસને શીલ મારવામાં આવશે. ચોક્કસ અધિકારીની જવાબદારી નક્કી કરીને આગળ કામ કરવું પડશે.

  કોંગ્રેસના નેતા પ્રફુલ તોગડિયા શું કહે છે?
  કોંગ્રેસના નેતા પ્રફુલ તોગડિયાએ જણાવ્યું હતું કે, અમે મહાનગર પાલિકામાં અમે આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. કે પરંતુ જાડી ચાબડીના અધિકારીઓ પણ દેખાડવા પુરતી કામગીરી કરે છે. આને આવી ઘટનાઓ સર્જાઇ રહી છે.

  આરોગ્ય મંત્રી કુમાર કાનાણી શું કહે છે?
  આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારની ઘટના છે. અત્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકોને સારી રીતે સારવાર મળી રહે તેની કામગીરી ચાલી રહી છે. મને લાગે છે કે આવી ઘટનામાં વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે. તંત્ર દ્વારા હંગામી ધોરણે કામ કરે છે પરંતુ પરિણામ સુધી લઇ જવાતું નથી. આવી ઘટના બાબતે વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે.
  Published by:Sanjay Vaghela
  First published: