Home /News /gujarat /

આવી છે "આપ"ની સરકાર, મહિલા વિકાસ મંત્રી કરે બળાત્કારઃસુરતમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર વોર

સુરતઃસુરતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સુરતમાં પોસ્ટર વોર શરૂ થયું છે. તેમના મંત્રીઓ વિરુદ્ધ પણ પોસ્ટર લાગ્યા છે. આજે કેજરીવાલ તેમજ આપના મહિલા વિકાસ મંત્રી કરે બળાત્કાર જેવા ટીપ્પણી કરતા પોસ્ટર સુરતના મજુરા ગેટ વિસ્તારમાં જોવા મળતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃસુરતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સુરતમાં પોસ્ટર વોર શરૂ થયું છે. તેમના મંત્રીઓ વિરુદ્ધ પણ પોસ્ટર લાગ્યા છે. આજે કેજરીવાલ તેમજ આપના મહિલા વિકાસ મંત્રી કરે બળાત્કાર જેવા ટીપ્પણી કરતા પોસ્ટર સુરતના મજુરા ગેટ વિસ્તારમાં જોવા મળતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

16મી ઓકટોબરના રોજ આપના અરવિંદકેજરીવાલની સુરતના મોટાવરાછામાં એક જાહેર સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને મોટાવરાછા પાટીદારોનું ગઢ માનવામાં આવે છે. ક્યાંકને ક્યાંક પાટીદારોને રીઝવવા માટે આપ દ્વારા આ જાહેરસભા કરવામાં આવી રહી છે. જો કે જાહેરસભાના સપ્તાહ અગાઉ જ રાજકીય ગરમાટો છવાય ગયો છે. પોસ્ટર વોરથી શરુ થયેલું યુધ્ધ શાબ્દાહિક યુધ્ધ સુધી પહોંચ્યુ છે.

સુરતના વિવિધ વિસ્તારોમાં અરવિંદ કેજરીવાલને પાકિસ્તાની બતાવી, અરવિંદ કેજરીવાલના મંત્રીઓના કૌભાંડ તથા અરવિંદ કેજરીવાલ ગુમ થઇ ગયા હોવાના બેનરો ફરતા થયા છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ ફરતા થયેલા આ નેગેટિવ પોસ્ટરને લઇ ક્યાંકને ક્યાંક તેમને લાભ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે.

આવી છે 'આપ'ની સરકાર, મહિલા વિકાસ મંત્રી કરે બળાત્કાર, કાનુન મંત્રી ધરાવે નકલી ડિગ્રીઓ, શિક્ષણ મંત્રી માણે શિક્ષણના નામે વિદેશમાં દારૂની મહેફિલો, સ્વાસ્થ્ય મંત્રી ડેન્ગ્યુ પીડિત દિલ્હીને છોડીને ગોવામાં માણે મોજ જેવા સુત્રોના લખાણ સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, પોસ્ટર વોર, સુરત

આગામી સમાચાર