Home /News /gujarat /સુરત : કતારગામમાં મોડલના ઘરમાં ચાલતા મહિલા જુગારધામ ઉપર પોલીસના દરોડા

સુરત : કતારગામમાં મોડલના ઘરમાં ચાલતા મહિલા જુગારધામ ઉપર પોલીસના દરોડા

પોલીસે તેમની પાસેથી કુલ 1.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

મોડલિંગના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે છાપો માર્યો, પોલીસે 1.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત : કતારગામ અલ્કાપુરી સહયોગ સોસાયટીમાં રહેતો અને મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે છાપો માર્યો હતો. પોલીસે મોડલ, તેની માતા અને જુગાર રમતી 3 મહિલા સહિત 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 1.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરતના કતારગામ સુમુલ ડેરી રોડ અલ્કાપુરી સ્થિત સહયોગ સોસાયટીમાં રહેતો વિરલ કિરીટભાઈ રૂપારેલીયા મોડલિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વિરલ રૂપારેલિયા તેની માતા નયનાબેનની હાજરીમાં પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલા સહિતના જુગારીઓને જુગાર રમવા માટે બોલાવતો હતો. દરમિયાન ગઈ કાલે સાંજે પણ વિરલના મકાનમાં જુગાર ખેલાઈ રહ્યો હતો. જેમાં મયુર બાબુભાઈ પરમાર(રહે.બંશી એપાર્ટમેન્ટ ,કાપોદ્રા), રાજેશ બોધાભાઈ કાતરિયા (રહે.મોતીનગર સોસાયટી,ઍલ.પી.સવાણી,સ્કુલની બાજુમાં વરાછા) નીતાબેન વ્રજલાલ ઉર્ફે વિજય કેશુ દડાણીયા (રહે.ઓમટાઉનશિપ પાસોદરા ગામ), કેતનાબેન ઉર્ફે ચેતનાબેન ગોવિંદભાઈ બાવનજીભાઈ માંડવીયા(રહે.સ્વામિનારાયણ સોસાયટી ગેટ નં .૯,રેણુકા ભવનની બાજુમાં,વરાછા) અને હંસાબેન ઉર્ફે મનિષાબેન મનસુખભાઈ ઉર્ફે બાવનજીભાઈ લક્ષ્મણભાઈ ધમસાણીયા (રહે.કેવલધામ ઍપાર્ટમેન્ટ રણુજા ધામ પાસે પુણા ગામ) જુગાર રમી રહ્યા હતા.

આ પણ વાંચો - વલસાડ : ગૌતસ્કરોનો પીછો કરી રહેલા ગૌસેવક પર ટેમ્પો ચડાવી દીધો, ગૌરક્ષક હાર્દિક કંસારાનું મોત

આ અંગે કતારગામ પોલીસ મથકના પી.એસ.આઈ. પી.જી.ભુવાને બાતમી મળી હતી. જેના આધારે પી.એસ.આઈ. ભુવાએ તેમના માણસો સાથે મોડલ વિરલ રૂપારેલિયાના મકાનમાં છાપો મારી તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે તીન પત્તીનો જુગાર રમતા તમામ જુગારીઓ પાસેથી રૂપિયા 82 300, દાવ ઉપરના 2050 રૂપિયા, નાળ પેટેના રોક્ડા 1200 રૂપિયા, 6 મોબાઈલ ફોન મળી કુલ 1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
" isDesktop="true" id="1106253" >

કતારગામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. વ્યવસાય બરોબર ના ચાલતાં આ મોડલે પૈસા કમાવવા માટે પોતાના ઘરમાં જુગારધામ ચાલુ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Katargam, Latest gujarati news, Latest News, Latest today news, Police raids, ગુજરાતી ન્યૂઝ, જુગાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन