સુરત: શહેરના 3 પોલીસકર્મીઓ (Surat police) સામે હત્યાના પ્રયાસનો (try to murder) ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસ મથકના ત્રણ જવાનો સામે ફરિયાદ નોંધાશે. છ મહિના પહેલા રાત્રિ લોકડાઉન (Surat vlockdown) દરમિયાન યુવક પર કફર્યુ ભંગનો આરોપ લગાવી પોલીસ વાનમાં બેસાડી દીધો હતો. જે બાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ યુવક કોમામાં પહોંચી ગયો હતો. જેમાં ઉમરા પોલીસના કેટલાંક પોલીસકર્મીઓ સામે કોર્ટે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.
યુવાનનો પરિવાર કોર્ટમાં ગયો હતો
છ મહિના પહેલા આ ઘટના ઘટી હતી. રાત્રિ લોકડાઉન દરમિયાન શહેરના વેસુ વીઆઇપી રોડ પર એક કાફેમાંથી બહાર આવતી વખતે એક યુવક પર કફર્યુ ભંગનો આરોપ લગાવી તેને પોલીસ વાનમાં બેસાડી દીધો હતો. જે બાદ તેને માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ તરત જ પોલીસકર્મી સામે પગલાં ભરવા માટે પોલીસ કમિશન અજય તોમરને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગુનો નહીં નોંધાતા યુવાનના પરિવારે કોર્ટમાં ગયા હતા.
જાણો ફરિયાદ પ્રમાણે શું હતી આખી ઘટના
નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, ફરિયાદી અંસારી કામીલનો પુત્ર સમીર 22 જુન, 2021એ મિત્ર ઇમરાન શેખ, સાદ ખાન, આતિફ શેખ અને અંસારી અખ્તર સાથે વીઆઇપી રોડ પર કાફેમાંથી પોણા નવ વાગ્યે બહાર નીકળ્યો હતો. ત્યારે ઉમરા પોલીસના નિતેશ, ધનસુખ તથા અન્ય એક પોલીસ કર્મીએ તમામને રોક્યા હતા. પોલીસે કહ્યું હતુ કે, કર્ફ્યુનો સમય શરૂ થાય છે, માસ્ક કેમ પહેર્યા નથી? ત્યારે સમીરે કહ્યુ હતુ કે, હજી 9 વાગ્યા છે, કર્ફ્યુ તો 10 વાગે શરૂ થાય છે. જેના કારણે પોલીસકર્મીઓ ઉશ્કેરાયા હતા.
સુરતમાં 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસ મથકના ત્રણ જવાનો સામે ફરિયાદ નોંધાશે.માસ્ક ન પહેરવા બદલ યુવકને માર્યો હતો ઢોર માર. pic.twitter.com/5piOgFFY6d
ઉશ્કેરાયેલા પોલીસ કર્મીઓએ કહ્યુ હતુ કે, અમને સમય બતાવે છે, ચાલ આજે તને બતાવું પોલીસનો પાવર. જે બાદ તેઓ સમીરને પોલીસ વાનમાં લઇ ગયા હતા. ત્યાં પણ પોલીસ સમીરને મારતા હતા. જે બાદ સમીરના ફોનથી નિતેષ નામના પોલીસવાળાએ સમીરના મિત્રને ફોન કરી કહ્યું કે, સમીર ચાલુ ગાડીમાંથી કુદી પડયો છે. અમે તેને સિવિલ હોસ્પિટલ લઇ જઇએ છીએ.મગજમાં ઇજાના લીધે કોમામાં જતો રહ્યો છે. આ કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો ન નોંધાતા એડવોકેટ અજય વેલાવાલા મારફત કોર્ટ ફરિયાદ થઈ હતી.