Home /News /gujarat /PM Modi in Utkarsh Samaroh: ઉત્કર્ષ સમારોહમાં પીએમ મોદી: 'ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે, હું જે પણ શીખ્યો તમારી પાસેથી શીખ્યો છું'

PM Modi in Utkarsh Samaroh: ઉત્કર્ષ સમારોહમાં પીએમ મોદી: 'ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે, હું જે પણ શીખ્યો તમારી પાસેથી શીખ્યો છું'

પીએમ મોદી

PM Modi: 'આ ઉત્કર્ષ સમારોહમાં PM મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, હકદારને સંપૂર્ણ લાભ મળવો જોઈએ.'

ભરૂચ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. આ ઉત્કર્ષ સમારોહમાં PM મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, "હકદારને સંપૂર્ણ લાભ મળવો જોઈએ. ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે. હું જે પણ શિખ્યો છું, તમારી પાસેથી શિખ્યો છું."

આ સાથે તેમણે જણાવ્યુ કે, દેશમાં અમારી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા. ચાર યોજનાઓથી અનેક વિધવા બહેનોને લાભ મળ્યા છે.

પીએમ મોદીએ જણાવ્યુ કે, 'આ ઉત્કર્ષ સમારોહમાં PM મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, "હકદારને સંપૂર્ણ લાભ મળવો જોઈએ. ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે. હું જે પણ શિખ્યો છું, તમારી પાસેથી શિખ્યો છું. દેશમાં અમારી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા. ચાર યોજનાઓથી અનેક વિધવા બહેનોને લાભ મળ્યા છે.'

આ પણ વાંચો: 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સંપૂર્ણ વિગતો

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, અમારી સરકાર સામાજિક સુરક્ષા, જન કલ્યાણ અને ગરીબોના સન્માન માટે છે. ગરીબોની ગરિમાનો સંકલ્પ અને ગરીબોના ગૌરવના મૂલ્યો જ આપણને પ્રેરણા આપે છે.

આ પણ વાંચો - અમદાવાદ અગનભઠ્ઠીમાં ફેરવાયું, 5 વર્ષ બાદ તાપમાન 45 ડિગ્રીને પાર

પીએમ મોદીએ જણાવ્યુ કે, 2014માં જ્યારે તમે અમને સેવાની તક આપી ત્યારે દેશની લગભગ અડધી વસ્તી શૌચાલયની સુવિધા, રસીકરણની સુવિધા, વીજળી જોડાણની સુવિધા, બેંક ખાતાની સુવિધાથી વંચિત હતી. તમામના પ્રયાસોને કારણે ઘણી યોજનાઓ 100% સંતૃપ્તિની નજીક લાવવામાં સફળ રહી છે.



નોંધનીય છે કે, ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જેમા ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામં આવશે. આ સિવાય ઇ-સંકલન અને વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.
First published:

Tags: ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો