Home /News /gujarat /

મોદીની સાથે ચાલી રહેલા MPને સુરક્ષા ગાર્ડે પકડીને સાઇડમાં કરી દીધા

મોદીની સાથે ચાલી રહેલા MPને સુરક્ષા ગાર્ડે પકડીને સાઇડમાં કરી દીધા

મોદીના સિક્યુરિટી ગાર્ડે તેમનો હાથ ખેંચી સાઇડમાં કરી દીધા હતા

દાદરાનગર પહોંચેલા મોદી ગાડીમાંથી ઉતરી લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં, ત્યારે નટુ પટેલ પણ મોદીની પાછળ સાથે-સાથે ચાલી રહ્યાં હતાં

    ન્યૂઝ18 ગુજરાતી: ગઇકાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરાનગર હવેલીની મુલાકાતે હતા. આ પ્રસંગે મોદીને આવકારવા દાદરાનગર હવેલીના સાંસદ નટુ પટેલ પણ પહોંચ્યા હતા. દાદરાનગર પહોંચેલા મોદી ગાડીમાંથી ઉતરી લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં, ત્યારે નટુ પટેલ પણ મોદીની પાછળ સાથે-સાથે ચાલી રહ્યાં હતાં. જે જોતાં મોદીના સિક્યુરિટી ગાર્ડે તેમનો હાથ ખેંચી સાઇડમાં કરી દીધા હતા.

    મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં, દરમિયાન નટુ પટેલ પણ તેમની સાથે આગળ વધી રહ્યાં હતાં. જે જોતાં તરત જ બે સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા અને એક સિક્યુરિટી ગાર્ડે તેમને હાથ પકડી ખેંચ્યો હતો. આટલું જ નહીં, નટુ પટેલને સાઇડમાં ઊભા કરી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


    ઉલ્લેખનીય છે કે, શનિવારે સેલવાસ પહોંચેલા મોદીએ 150 સીટ ધરાવતી મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ તેઓ ત્યાંથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ પહોંચ્યા હતા, જ્યાં 200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.

    જ્યારે વડાપ્રધાન મોદીએ સેલવાસમાં આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, મને જોઈને આનંદ થાય છે કે ગત 5 વર્ષમાં આ 2 સંઘ પ્રદેશનો વિકાસ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. આજે બંને પ્રદેશ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર થયા છે. બંને કેરોસીન ફ્રી જાહેર થયા છે. તમામ ઘરોમાં વીજળી કનેક્શન છે. આઝાદી બાદ પહેલીવાર તેમને પોતાનું પહેલુ મેડિકલ કોલેજ મળ્યું છે. જેમાં 150 મેડિકલ સીટ છે. પ્રયાસો કરી રહ્યા છે કે સમય ગુમાવ્યા વગર આ જ વર્ષથી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવે. આ પ્રયાસોથી યુવાઓને લાભ થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: MP natu patel, Security guard, Video, Viral, પીએમ મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन