Home /News /gujarat /સુરત : સિટી બસે રાહદારીને ટક્કર મારી, રોષે ભરાયેલા લોકોએ આખી સિટી બસને આગ ચાંપી દીધી

સુરત : સિટી બસે રાહદારીને ટક્કર મારી, રોષે ભરાયેલા લોકોએ આખી સિટી બસને આગ ચાંપી દીધી

આ ઘટના પગલે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ જવા પામ્યું હતું.

Surat news - પોલીસે આ બનાવ બાદ છ વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ત્રણને ઝડપી પાડ્યા

સુરત : સુરતનાં (Surat)સરથાણા વિસ્તારમાં સિટી બસે (Surat City bus)રાહદારીને ટક્કર મારતા હોબાળો મચી ગયો હતો. ઘટનાના પગલે રોષે ભરાયેલા લોકોએ આખે આખી સિટીબસને આગ (City bus fire)ચાંપી દીધી હતી. જેને લઈ પોલીસ દોડતી થઇ ગઈ હતી. સળગતી બસની આગ ઠારવા માટે કામરેજ ફાયર વિભાગના (Fire Department)અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધીમાં બસ સળગી ગઇ હતી. પોલીસે આ બનાવ બાદ છ વ્યક્તિ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને ત્રણને ઝડપી પાડ્યા છે.

સુરતમાં સરથાણા નજીકના ડાયમંડનગરમાં રોડ ક્રોસ કરતા એક યુવકને સિટી બસે અડફેટે લીધો હતો. જેને લઈને યુવાન બેભાન થઇ જતા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા અને યુવકને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાના પગલે લોકોમાં રોષ ફેલાયો હતો અને ટક્કર મારનાર સિટીબસને લોકોએ આગ ચાંપી દીધી હતી. ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી.

આ પણ વાંચો - surat crime news: રાંદેરમાં સાળીએ પ્રેમી સાથે મળી બનેવી ઉપર કર્યો જીવલેણ હુમલો, cctv video viral

બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમે ઘટના સ્થળે આવી પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. આગના પગલે આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે ઘટના સ્થળે આવી લોકોના ટોળાને વિખેરી દીધા હતા અને મામલો થાણે પાડ્યો હતો.

આ પણ વાંચો - Surat crime news: પોલીસે રીઢા આરોપી ડટ્ટરને દબોચી લીધો, આવો છે ગુનાહિત ઇતિહાસ

પોલીસ દ્વારા બસને આગ ચાપનાર 6 જણાની ઓળખ કરવામાં આવી છે, જે પૈકી 3ને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ માટે CCTV ફૂટેજની મદદ લીધી છે. જેના આધારે તપાસ આગળ ધપાવી છે. જોકે આ ઘટના પગલે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ જવા પામ્યું હતું.



આ પણ વાંચો - Surat crime news: પોલીસે રીઢા આરોપી ડટ્ટરને દબોચી લીધો, આવો છે ગુનાહિત ઇતિહાસ

આ વિસ્તારમાં એક જાતિના લોકોની સતત આ પ્રકારની દાદાગીરી હોવાની સતત ફરિયાદો પણ પોલીસ પાસે આવે છે. આ ઘટનામાં પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી હોવાની વાત પણ સામે આવી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Surat news, સુરત