અલ્પેશનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસને આપી બેફામ ગાળો

News18 Gujarati
Updated: December 29, 2018, 4:08 PM IST
અલ્પેશનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસને આપી બેફામ ગાળો

  • Share this:
શુક્રવારે અલ્પેશ પટેલે ટ્રાફિક પોલીસ સાથે માથાકુટ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ દાદાગીરી કરી બેફામ ગાળા ગાળી કરી હતી. પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસ ઓફિસરોને મા-બહેનની ગાળો આપનાર અલ્પેશ કથીરિયાનો વીડિયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો શુક્રવારે અલ્પેશની ધરપકડ પહેલાનો છે.

'ખુરશી લાવ આ ટેબલ નહીં ચાલે'

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે અલ્પેશ કથીરિયા અને તેના કેટલાક સમર્થકો પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી રહ્યાં છે, વ્હાઇટ સર્ટમાં અલ્પેશ પોલીસ ઓફિસરોને મા-બહેનની ગાળો આપી રહ્યો છે. પોલીસ દ્વારા અલ્પેશને વિનંતી કરવામાં આવી કે ગાળો ન બોલે અને શાંતિ બેસીને રજૂઆત કરે. જો કે અલ્પેશ કોઇનું સાંભળતો નથી અને મનફાવે તેમ ગાળો આપી રહ્યો છે, એક ઓફિસર તેને બેસવાની ઓફર કરે છે, પરંતુ અલ્પેશ કહી રહ્યો છે કે ખુરશી લાવ આ ટેબલ નહીં ચાલે. આ સિવાય અલ્પેશ પોલીસના તમામ ઉચ્ચ ઓફિસરોને મા-બહેનની ગાળો આપી રહ્યો છે.

રાજદ્રોહના કેસમાં જામીન પર બહાર આવેલા પાટીદાર અનામત આંદોલન કમિટીના કન્વીનર અલ્પેશ કથીરિયા હવે પોલીસ સામે બાથ ભીડી છે. જામીન પર બહાર આવેલા અલ્પેશેનો પાર્કિંગ જેવા મુદ્દે બબાલ કરી પોલીસને ધમકાવી, મામલો બિચક્યો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી, બાદમાં કોર્ટે 15 હજારના જામીન આપ્યા અને છોડી મૂકવા આદેશ કર્યા. આજે શનિવારે ડીસીપી રાહુલ પટેલે અલ્પેશ કથીરિયા અને તેમના સાથીદારો ઉપર કેટલાક કેસ નોંધ્યા છે એ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ડીસીપી રાહુલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયા અને તેમના સાથીદારોએ જ્યાં પાટીદાર બહુમતી છે એવા વિસ્તારોમાં નાના નાના મુદ્દાઓને લઇને આ વિસ્તારોને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ સીધે સીધું પોલીસ સાથે ઘર્ષણ કરવા જેવી ઘટનાઓમાં કેટલાક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
First published: December 29, 2018, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading