સોશિયલ મીડિયા પર મુંબઇ ઇન્ટરસિટી ટ્રેનનો મહિલા કોચનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો ઉતારની મહિલાનું કહેવું છે કે માસિક પાસ ધરાવતી મહિલાઓ તમામ સીટ પર કબજો કરી લાંબી થઇને સૂઇ જાય છે, જ્યારે અન્ય મુસાફર મહિલાઓને બેસવા દેતી નથી. જો કોઇ મહિલા બેસવાની વાત કરે તો તેને ધમકાવી માર પણ મારે છે.
શું છે વીડિયોમાં ?
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક ટ્રેનમાં મહિલા કોચમાં કેટલીક મહિલાઓ ત્રણ મુસાફર બેસી શકે તે સીટ પર એકલી લાંબી થઇને સૂતી છે. જ્યારે અન્ય મહિલાઓ દરવાજા પાસે કે બાથરૂમ પાસે નીચે બેસી રહેવા મજબૂર છે. એટલું જ નહીં નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ પણ નીચે બેસવા મજબૂર છે, કારણે રેગ્યૂલર અપડાઉન કરતી પાસ હોલ્ડર મહિલાઓ તમામ સીટ પર કબજો કરીને સૂઇ જાય છે. કેટલી મહિલાઓ સીટમાં જગ્યા હોવા છતા ઉભા ઉભા મુસાફરી કરવી પડે છે.
પાસ હોલ્ડર મહિલાઓ સીટ પર કબજો કરી લે છે જ્યારે અન્ય મુસાફરોને ઉભા રહેવું પડે છે.
દાદાગીરી કરતી હોવાનો આરોપ
વાયરલ થયેલો વીડિયો જે મહિલાએ બનાવ્યો તેણીનું કહેવું છે કે આ પાસ હોલ્ડર મહિલાઓ સીટ પર કબજો કરી લે છે, જ્યારે અન્ય મહિલાઓને બેસવા પણ દેતી નથી. જગ્યા હોવા છતા મહિલા મુસાફર ટોઇલેટ કે દરવાજા પાસે બેસીને મુસાફરી કરવા મજબૂર છે.
પાસ હોલ્ડર મહિલા મુસાફરોની દાદાગીરીથી અન્ય મહિલા મુસાફરોને ટોઇલેટ પર બેસવું પડે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર