Home /News /gujarat /

સુરત મહાનગરપાલિકાનું પેપરલેસ ડીપાર્ટમેન્ટ, એક વર્ષમાં મનપાના 60 લાખ રૂપિયા બચાવ્યા

સુરત મહાનગરપાલિકાનું પેપરલેસ ડીપાર્ટમેન્ટ, એક વર્ષમાં મનપાના 60 લાખ રૂપિયા બચાવ્યા

સુરત મહાનગરપાલિકાનું પેપરલેસ ડીપાર્ટમેન્ટ, એક વર્ષમાં મનપાના 60 લાખ રૂપિયા બચાવ્યા

સમગ્ર ગુજરાતમાં તમામ મનપામાંથી એક માત્ર સુરતની મનપાના આ એક ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે

સુરત : સરકારી કચેરી કે સરકારી ઓફિસનું નામ પડતા જ ઓફિસની અંદર જૂની નવી ફાઈલોના થપ્પા, કાગળોના ઢગ અને આ બધાની વચ્ચે સરકારી કર્મચારી કામ કરતો હોય તેવું જ ચિત્ર સામે આવે છે. જોકે સુરત મહાનગરપાલિકાનું સેક્રેટરી ડિપાર્ટમેન્ટ આ બધાથી પર છે. સુરત મનપાનું આ ડિપાર્ટમેન્ટ ડિજિટલ રીતે કાર્ય કરી મનપાને ખૂબ જ મોટો આર્થિક લાભ કરાવી રહ્યું છે. પેપરલેસ પદ્ધતિ પર છેલ્લા એક વર્ષથી કાર્ય કરી મનપાના અંદાજે 60 લાખ રૂપિયાનો માતબર ખર્ચ બચાવી રહ્યું છે. તે સાથે જ સમગ્ર ગુજરાતમાં પ્રથમ પેપરલેસ પદ્ધતિ પર કાર્ય કરતી મહાનગરપાલિકા બની છે.

સુરત મહાનગરપાલિકાની સ્થાપના થઇ ત્યારથી લઈને અત્યારસુધી મનપાની મળતી તમામ સમિતિઓના એજન્ડા કોર્પોરેટરો કે અધિકારીઓને હાથોહાથ એટલે કે કાગળ પર જ આપવામાં આવતા હતા. પણ છેલ્લા એક વર્ષથી સુરત મનપાનું સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ડિજિટલ તરફ વળ્યું છે. હવે સેક્રેટરી વિભાગ કાગળના બદલે કોર્પોરેટરો કે અધિકારીઓને આ સમિતિના એજન્ડા ઓનલાઈન જ આપતા થયા છે. આવી રીતે સુરત મનપાએ પોતાની તિજોરીના 60 લાખ રૂપિયા બચાવી આપ્યા છે.

આ પણ વાંચો - સુરત : ટોઇંગ વાળા સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકને ઉઠાવી લઇ ગયા, જુઓ વીડિયો

પાલિકાના સેક્રેટરી વિભાગ દ્વારા એક ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં જે કોર્પોરેટર જે સમિતિનો સભ્ય હોય તેમાં જઈને તે સમિતિનો એજન્ડા જોઈ શકે છે. મોબાઈલ એપ્લિકેશન ઉપરાંત દરેક સભ્યને અલગ અલગ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં પણ એડ કરવામાં આવ્યા છે. જેમાં પણ એજન્ડા મોકલવામાં આવે છે. આમ તમામ કાર્ય એકદમ પેપરલેસ વર્ક તરફ આગળ વધી હાર્ડ કોપીને બદલે એજન્ડા માટે સીધું જ ઓનલાઈન કોમ્યુનિકેશન શરૂ કરીને પાલિકાની તિજોરીના રૂપિયા પણ બચાવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં કોર્પોરેશને આવી રીતે 60 લાખ રૂપિયાની બચત કરી છે.

અત્યારસુધી એજન્ડા કાઢવા માટે કરોડો કાગળો વપરાતા હતા. આ ઉપરાંત ઝેરોક્ષ મશીન, ઇન્ક, કર્મચારીઓને એજન્ડા પહોંચાડવા માટે આપવામાં આવતું આઉટડોર એલાઉન્સ વગેરે બંધ થતાં કોર્પોરેશનને આર્થિક બચત પણ થઈ છે. સાથે પર્યાવરણની પણ બચત થઈ છે. મહત્વની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં તમામ મનપામાંથી એક માત્ર સુરતની મનપાના આ એક ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Department, Latest gujarati news, Latest News, Latest today news, Surat Municipal corporation, ગુજરાતી ન્યૂઝ, મહાનગરપાલિકા, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन