Home /News /gujarat /

ઓઇલથી ખેડૂતોની ખરાબ થયેલી જમીન ફરી બનશે ફળદ્રુપ,ONGC દ્વારા અપનાવાશે આ પધ્ધતિ

ઓઇલથી ખેડૂતોની ખરાબ થયેલી જમીન ફરી બનશે ફળદ્રુપ,ONGC દ્વારા અપનાવાશે આ પધ્ધતિ

મહેસાણાઃસમગ્ર ભારતમાં મહેસાણા ઓએનજીસી એસેટ સૌથી વધુ ઓઈલ ઉત્પાદન કરતુ ઓઈલ ક્ષેત્ર છે,ભૂગર્ભમાંથી ક્રુડ ઓઈલ કાઢવાના સમયે અને પાઈપ લાઈન લીકેજ થવાની ઘટનામા ખેડૂતોની મહામુલી જમીનમાં ઓઈલ રેલાવવાની ઘટનાઓ બને છે. જોકે મબલખ ઓઈલ ઉત્પાદનની સાથે ઓઈલ ઢોળાવવા અને લીકેજ થવાની ઘટનાઓનાં કારણે ખેડૂતોની જમીનને ભારે નુકશાન થાય છે.આ માટે મહેસાણા એસેટ ઓએનજીસીએ જમીન ની ફળદ્રુપતા માટે બાયોટેક બેક્ટેરિયા ની નવીન પધ્ધતિ અપનાવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

મહેસાણા ઓએનજીસી એસેટમાં ૩૦૦૦ કરતા વધુ ઓઈલ કુવા આવેલા છે અને ૩૭૦૦ કિલોમીટર જેટલી પાઈપ લાઈન જમીન નાં પેટાળમા નાખવામાં આવેલી છે. વિશાળ નેટવર્ક ધરાવતું મહેસાણા ઓએનજીસી એસેટ રોજિંદુ ૫૮૦૦ મેટ્રિક ટન ઓઈલ ઉત્પાદન કરે છે,જે ટૂંક જ સમયમાં ૬૦૦૦ મેટ્રિક ટન ને પાર કરવાનો લક્ષ્યાંક બનાવ્યો છે. જો કે વિપુલ માત્રામાં ઓઈલનું ઉત્પાદન કરતી અને વિશાળ નેટવર્ક ધરાવતી મહેસાણા ઓએનજીસી એસેટ માટે ખેડૂત ની મહામુલી અને ઉપજાવું ફળદ્રુપ જમીન ઉપર ઓઈલ ઢોળાવવાનો કાયમી યક્ષ પ્રશ્ન રહ્યો છે.

જમીનનાં પેટાળમાંથી મબલખ ઓઈલ ઉત્પાદન દરમ્યાન ઓએનજીસીનાં કુવા ઉપરથી  યા તો ઓએનજીસીની પાઈપ લાઈનમાંથી ઓઈલ ખેતી લાયક જમીન માં રેલાતું હોવાની ઘટનાઓ વાંરવાર બનવા પામે છે.આથી મહેસાણા ઓએનજીસી એ ઘણા લાંબા સમય થી ઓઈલથી ખરાબ થતી જમીનને ફરી ફળદ્રુપ બનાવવા પ્રયાસો હાથ ધરેલા છે.જેના ભાગરૂપ ખાનગી કંપનીને બાયોટેક પધ્ધતિથી જમીનને ફળદ્રુપ બનાવવા ખાસ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

બાયોટેક પધ્ધતિ થી ઓઈલ થી ખરાબ થયેલી ખેતીલાયક જમીન ને ફરી ખેતી માટે ફળદ્રુપ બનાવવા વિશેષ પ્રકારે તૈયાર કરાયેલા બેક્ટેરિયા નો ઉપયોગ કરવા માં આવે છે.બાયોટેક પધ્ધતિથી વિકસાવવા માં આવેલા બેક્ટેરિયા ઓઈલ યુક્ત જમીન માં નાખવા માં આવે છે.આ બેક્ટેરિયા જમીનમાં ભેળવાઈ ગયેલા ઓઈલનો નાશ કરે છે અને ત્યાર બાદ ઓઈલ રહિત થયેલી જમીન માંથી બેક્ટેરિયાનો પણ આપોઆપ નાશ થઇ જાય છે.

આમ,નવીન બાયોટેક બેક્ટેરિયા પધ્ધતિ થી ઓએનજીસી ની કામગીરી દરમ્યાન ઓઈલથી ખરાબ થયેલી જમીનને ફરી ફળદ્રુપ બનાવવામાં આવી રહી છે.પરંતુ આ બાયોટેક બેક્ટેરિયા પધ્ધતિ થી કેટલી જમીન ફળદ્રુપ કરવામાં આવી તેની વિગત હજુ સુધી મહેસાણા ઓએનજીસી ને પ્રાપ્ત થઇ નથી.
First published:

Tags: અજબ-ગજબ, ઓએનજીસી, ખેડૂત, જમીન, મહેસાણા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन