સુરત : ત્રણ મહિલા સહિતના ટોળાઓએ મનપાના ઢોર પાર્ટીના કર્મચારીઓને ઘેરી લીધા હતા અને હુમલો કર્યો

સુરત : ત્રણ મહિલા સહિતના ટોળાઓએ મનપાના ઢોર પાર્ટીના કર્મચારીઓને ઘેરી લીધા હતા અને હુમલો કર્યો
પકડેલી ગાયો છોડાવી ફરી આ રસ્તા ઉપર ગાયો પકડવા આવ્યા તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી

પકડેલી ગાયો છોડાવી ફરી આ રસ્તા ઉપર ગાયો પકડવા આવ્યા તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી

  • Share this:
સુરત : સુરત મહાનગરપાલિકાના ઢોર પાર્ટી વિભાગના કર્મચારીઓ ઉપર વધુ એક હુમલો થયો હતો. રવિવારે સવારે કાપોદ્રાના રવીપાર્ક પાણીની ટાંકી પાસે જાહેરમાં રોડ ઉપર રખડતી ગાયોને પકડવા માટે ગયા હતા ત્યારે ત્રણ મહિલા સહિતના ભરવાડાનો ટોળાઓએ તેમને ઘેરી લીધા હતા અને ઝપાઝપી કરી પકડેલી ગાયો છોડાવી જવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરા છાપરી ફરીથી હુમલા થતા કર્મચારીઓમાં રોષ જાવા મળી રહ્યો છે.

બનાવની વિગત એવી છે કે સુરત મહાનગરપાલિકના ઉધના જૂના વાહન ડેપો ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં ફરજ બજાવતા કેતનભાઈ ઝીણાભાઈ આહીર (ઉ.વ.31. રહે, બારસોલ દુલસાડ ફળિયું ધરમપુર વલસાડ) રવિવારે સવારે સાડા દસેક વાગ્યે સ્ટાફના માણસો સાથે કાપોદ્રા રવીપાર્ક, પાણીની ટાંકી પાસે જાહેર રોડ ઉપર રખડતી ગાયોને પકડવાની કામગીરી કરતા હતા.આ પણ વાંચો - બનાસકાંઠા : વતનની મદદે દાનવીરો, જિલ્લાને 2.39 કરોડ રૂપિયાના મેડિકલના સાધનોની ભેટ આપી

તે વખતે એકાએક નજીકમાં રહેતા ભરત પાંચા ભરવાડ, મુકેશ પાંચા ભરવાડ, રધુ પાંચા ભરવાડ, લાખા કાળુ ભરવાડ, અજય કાળુ અલગોતર, સંજય સોડા રાઠોડ, વિજય સોડા રાઠોડ, ભરત ઘેલા કસોટીયા, કાનો નગા આલગોતર, સુરેશ પાંચા રાઠોડ તથા ત્રણ મહિલા સહિત 10 જેટલા અજાણ્યાઓનું ટોળુ મોઢા ઉપર માસ્ક પહેર્યા વગર ધાતક હથિયારો સાથે દોડી આવ્યું હતું અને કેતન આહીર સહિતના સ્ટાફના માણસો સાથે માથાકુટ કરી ઝપાઝપી કરી હતી. તેમણે પકડેલી ગાયો છોડાવી ફરી આ રસ્તા ઉપર ગાયો પકડવા આવ્યા તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી.

બનાવ અંગે કાપોદ્રા પોલીસે કેતન આહીરની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પર અનેક વખત આ પ્રકારના હુમલાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારની ઘટનામાં ઘટાડો થઇ શકે છે.
Published by:Ashish Goyal
First published:May 10, 2021, 16:52 pm

ટૉપ ન્યૂઝ