અનલૉક-1ને એક મહિનો થયા બાદ હજુ પણ સુરતમાં વેપાર-રોજગારની ગાડી પાટા પર ચડી નથી

અનલૉક-1ને એક મહિનો થયા બાદ હજુ પણ સુરતમાં વેપાર-રોજગારની ગાડી પાટા પર ચડી નથી
અનલૉક-1ને એક મહિનો થયા બાદ હજુ પણ સુરતમાં વેપાર-રોજગારની ગાડી પાટા પર ચડી નથી

કોરોના કેસ સુરતમાં વધી રહ્યા છે જેને લઈને લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે

  • Share this:
સુરત : કોરોના વાયરસને લઈને લાંબા ચાલેલા લૉકડાઉન બાદ અનલોક-1 શરુ થયાને એક મહિનો થવા આવ્યો છે પણ સુરતના વેપાર ઉદ્યોગ તેની ગતિ પકડવામાં નિષ્ફળ છે પછી તે હોટલ ઉદ્યોગ હોય, નાસ્તાની લારી હોય કે પછી કપડાંની દુકાન. દરેક સ્થાને વેપારી દુકાન તો ખોલીને બેસે છે પણ ગ્રાહક આવતા નથી. માત્ર સમય પસાર કરીને સાંજે ઘરે પાછા ફરે છે. ત્યારે સુરતના વેઅર ઉદ્યોગની જાણે દશા બેસેલી હોય અને આગામી એક મહિના સુધી આ ઉદ્યોગ ધમધમતા નહીં થાય તેવું લાગી રહ્યું છે.

કોરોના વાયરસને લઇને બે મહિના સુધી ચાલેલ લૉકડાઉનમાં તમામ ઉદ્યોગ બંધ હતા. જોકે અનલોક 1 શરૂ થતાની સાથે કોરોના ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી આપવા આવી છે. જોકે અનલોક 1 ને એક મહિનો થવા આવ્યો છે છતા આજે પણ વેપાર રોજગારની ગાડી હજુ પણ પાટા પર આવી નથી. સુરતમાં આજે પણ હોટલ હોય કે નાસ્તા કે કાપડના વેપારી તમામ લોકોની હાલત ખરાબ છે.આ પણ વાંચો - Churu: 70 KM પ્રતિ કલાકની ઝડપથી આવ્યું રેતીનું વાવાઝોડું, દિવસમાં થઈ ગયું અંધારૂ

સુરતના ચોકબજાર ખાતે આવેલ રસાવાળા ખમણની દુકાન વાત કરીયે તો સવારના સમયે સુરતની સૌથી પ્રખ્યાત આ દુકાનમાં સુરતી સવાર પડેને નાસ્તો કરવા પહોંચી જતા હતા. અહીંયા એટલી ભીડ હોતી કે દુકાન બહાર ગાડી મુકવાની જગ્યા રહેતી ન હતી. જોકે હાલના સમયે દુકાન બહાર એક પણ ગાડી નથી અને માત્ર 3 થી 4 ગ્રાહક દુકાનમાં દેખાય છે.

સુરતની જીવાદોરી એવા રાજ માર્ગ પર અહીંયા આવેલ કપડાંની દુકાનોના મલિક પણ હાલમાં બેકાર બન્યા છે કારણ કે અહીંયા દુકાન માલિક આવીને દુકાનો તો ખોલે છે પણ ગ્રાહક આવતા નથી. એકસમયે અહીંયા દુકાનો દિવસ દરમિયાન ગ્રાહકોથી ઉભરાતી હતી પણ હવે કોઈ આવતું નથી. સુરતની બહારથી ખરીદી કરવા લોકો આવતા હોય છે સાથે સાથે સુરતમાં રહેતા મજુર વર્ગ પણ ખરીદી કરતા હોય છે ત્યારે આ બંને લોકો સુરતમાં નથી. જેની સીધી અસર તેમના વેપાર પર થઇ રહી છે.

સુરતમાં હોટલ ઉદ્યોગમાં માત્ર 30 ટકા હોટલ ચાલી રહી છે અને તેમાં પણ 20 ટકા પાર્સલ સેવા ચાલી રહી છે અને 10 ટકા ડાઇનિંગ ટેબલ ચાલી રહ્યું છે. હાલના સમયે કારીગરોના પગાર સાથે લાઈટ બિલ અને ગેસ બિલ પણ મોઘું પડી રહ્યું છે. કિચનમાં અમુક માલ સમાન રાખવો પડે છે અને સાંજ થતા ગ્રાહક નહીં આવતા તેમને આ માલ સામાન ફેંકવામાં આવતો હોય છે. આગામી દિવસ ૃમાં આ હોટલ ઉદ્યોગ શરૂ થતા હજુપણ બે મહિના લાગે તેવું દેખાય રહ્યું છે. કોરોના કેસ સતત સુરતમાં વધી રહ્યા છે જેને લઈને લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:June 25, 2020, 17:41 pm

ટૉપ ન્યૂઝ