બે પ્રેમિકા સાથે લિવ-ઇનમાં રહેતો પાલઘરનો યુવક એક માંડવે બંને કન્યાને પરણશે

News18 Gujarati
Updated: April 14, 2019, 8:43 AM IST
બે પ્રેમિકા સાથે લિવ-ઇનમાં રહેતો પાલઘરનો યુવક એક માંડવે બંને કન્યાને પરણશે
પ્રતિકાત્મક તસવીર

પાલઘરનો એક યુવક બે પ્રેમિકા અને ત્રણ સંતાનો સાથે લીવઈનમાં રહેતો હતો હવે બાળકોને સમાજમાં સાંભળવું ન પડે તે માટે લગ્ન કરશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના આિાસી વિસ્તારોમાં લિવ-ઇનમાં રહી અને ત્યારબાદ લગ્ન કરવાના અનેક કિસ્સાઓ ઘટતા હોય છે, પરંતુ બે પ્રેમિકા સાથે લિવ-ઇનમાં રહેતા અને ત્રણ સંતાન ધરાવતો વ્યક્તિ હવે પોતાની બંને પ્રેમિકા સાથે એક સાથે એક જ મંડપમાં રહેશે તેવી વિગતો જાણવા મળી છે. આ અચરજ પમાડે તેવો કિસ્સો પાલઘરનો છે.

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ પાલઘરનો રહેવાસી સંજય નામનો એક યુવક રીક્ષા ચાલક છે, વર્ષો પહેલાં તેની મુલાકાત બેબી નામની એક યુવતી સાથે થઈ હતી અને બંને જણા એકમેવના પ્રેમમાં પડ્યા હતા. બંને એક બીજા સાથે રહેવા લાગ્યા અને ત્યાર બાદ લિવ-ઇન રિલેશનમાં તેમને એક દિકરો અને એક દિકરી પણ જન્મ્યા હતા. જોકે, અચરજ પમાડે તેવી વાત એ છે કે સંજયને વર્ષ 2011માં વાપીની એક કંપનીમાં કામ કરતી ઉમરગાર ભાટીની એક યુવતી રીના સાથે પ્રમ સંબંધ બંધાયો હતો. થોડા સમય બાદ સંજય રીનાને પોતાના ઘરે લઈ આવ્યો હતો.

સંજય સાથે રીના અને તેની પ્રથમ પ્રેમિકા બેબી ત્રણેય સાથે રહેવા લાગ્યા હતા. સંજયને રીના થકી પણ એક સંતાન જન્મ્યું છે. હાલમાં ત્રણે વ્યક્તિઓ ત્રણ સંતાન સાથે રહે છે. હવે આગામી 22મી એપ્રિલે સંજય વિધિવત રીતે પાલઘરના સુતારપાડામાં બેબી અને રિના સાથે લગ્ન કરવાનો છે. અહેવાલ મુજબ મીડિયા સાથેની વાતચતીમાં સંજયે જણાવ્યું હતું કે ત્રણે બાળકોના પિતા તરીકે શાળામાં મારૂ જ નામ નોંધાયેલું છે, પરંતુ સમાજમાં મારા બાળકોને સમસ્યા ન થાય તેથી હું મારી બંને પાર્ટરન સાથે લગ્ન કરવા જઈરહ્યો છે,જ્યારે રિના અને બેબીએ જણાવ્યુ હતું કે તેઓ વચ્ચે કદી ઝઘડા થતા નથી અને બંને શાંતિથી રહે છે.
First published: April 14, 2019
વધુ વાંચો
अगली ख़बर