રામ મંદિર નિર્માણ માટે સુરતના યુવાનો દ્વારા દોઢ કીલો ચાંદીની ભેટ


Updated: August 4, 2020, 8:47 PM IST
રામ મંદિર નિર્માણ માટે સુરતના યુવાનો દ્વારા દોઢ કીલો ચાંદીની ભેટ
રામ મંદિર નિર્માણ માટે સુરતના યુવાનો દ્વારા દોઢ કીલો ચાંદીની ભેટ

વરાછાના માનગઢ ચોક ખાતે શરણગાર કરવામાં આવ્યો શહેરમાં 27 જગ્યાએ કાર્યક્રમો યોજાશે

  • Share this:
સુરત : સુરત શહેરમાં અનેક રામભકતો છે. તેમજ જયારે બાબરી ધ્વંસ થયો હતો તે સમયે પણ કારસેવકો મોટી સંખ્યામાં અયોધ્યા ગયા હતા. હવે જયારે રામ મંદિરના નિમાર્ણ માટે ભૂમિ પુજન થવા જઇ રહ્યું છે ત્યારે સુરતના એક રામ ભકત યુવાને 1.5 કીલો ચાંદી રામ મંદિરને અપર્ણ કરી છે. તેની ઇચ્છા છે કે રામ મંદિરના નિર્માણમાં વાપરવામાં આવે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર ચૌધરી અને તેમની ટીમ દ્વારા પહેલા તો અયોધ્યા જવા માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ હાલમાં કોરોનાને કારણે તેઓ ત્યા જઇ શકે તેમ નથી. કારણ કે માત્ર પાસ હોલ્ડરોને જ પ્રવેશ આપવામાં આવશે. જેથી વર્ષોથી આ ક્ષણની રાહ જોતા અનેક રામ ભકતો આ અદભુત કાર્યક્રમથી વંચિત રહી જવાના છે. પરંતુ રામ ભકતો અવનવી રીતે પોતાની શ્રદ્ધા અને આસ્થા આ કાર્યક્રમને લઇને દર્શાવી રહ્યા છે.

સુરતના રામ ભકત નરેન્દ્ર અને તેમના મિત્રો દ્વારા પોતાની ઓફિસમાં ભગવાન રામની પ્રતિમા સામે દોઢ કીલો ચાંદી ચડાવી હતી અને આ ચાંદીને વિધિવત પુજા અર્ચના કરી આગામી સમયમાં રામ જન્મ ભૂમિ ટ્રસ્ટને સોપવામાં આવશે. જેથી આગામી સમયમાં મંદિરના નિર્માણ અને પ્રભુની સ્થાપના વખતે જે ચાંદી વાપરવામાં આવે તેમાં આનો ઉપયોગ પણ થઇ શકે. સમગ્ર દેશમાથી આવી અનેક ભેટ લોકો દ્વારા મોકલવામાં આવી છે અને એમાંથી આવી એક ભેટ સુરતના આ મિત્રો દ્વારા પણ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો - ભગવાન રામના ઉપનામવાળા આ ગામમાં બે દિવસથી થઈ રહ્યો છે હવન-યજ્ઞ, દીપોત્સવ પણ મનાવવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસની સુરતમાં  ઉજવણી

વરાછાના માનગઢ ચોક ખાતે શરણગાર કરવામાં આવ્યો શહેરમાં 27 જગ્યાએ કાર્યક્રમો યોજાશે: ફટાકડા ફોડી મિઠાઈની વહેંચણી થશેઆવતી કાલે દેશ સાથે દુનિયા ની જેના પર નજર છે તેવા

અયોધ્યામાં 5મી ઓગસ્ટે રામમંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. ત્યારે તેની ઉજવણી સુરતમાં જોવા મળી રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ફટાકડા ફોડીને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માત્ર પાંચ જ લોકો આરતી ઉતારશે. જ્યારે શહેરના અન્ય 27 સ્થળો પર પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલના માનગઢ ચોકને શણગારવામાં આવ્યો છે કારણકે જે તે સમયે સુરતની આજ સ્થાન પરથી માનગઢ ચોકથી જ કારસેવા વખતે મુખ્ય હલચલ થઈ હોવાથી અહિંથી જ શિલાન્યાસ વખતે મુખ્ય કાર્યક્રમ યોજાશે.

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સુરતના અલગ અલગ 27 જગ્યાએ ફટકડા ફોડવા સહિતના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. 51 કિલો સુખડીનો પ્રસાદ વિતરીત કરવામાં આવશે. આવતીકાલે દરેક હિન્દુ પરિવાર તેમના ઘરે સાંજે સાત વાગ્યે દીપ પ્રગટાવશે. સાથે જ કોરોનાગ્રસ્ત થયા બાદ તેમાંથી સાજા થઈને પરત આવેલા 51 લોકો દ્વારા અન્ય કોરોનાના દર્દીઓને બચાવવા માટે પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કરશે.
Published by: Ashish Goyal
First published: August 4, 2020, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading