અલ્પેશ કથીરિયાએ સ્કૂટર પર આવી પોલીસ સ્ટેશનમાં પૂરાવી હાજરી

News18 Gujarati
Updated: January 2, 2019, 8:17 AM IST
અલ્પેશ કથીરિયાએ સ્કૂટર પર આવી પોલીસ સ્ટેશનમાં પૂરાવી હાજરી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત

સુરતના રાજદ્રોહના ગુનામાં એક તરફ ક્રાઈમ બ્રાન્ચે પાસના નેતા અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કરવા માટે સુરત જીલ્લા કોર્ટમાં અરજી કરી છે, ત્યારે આજ કેસમાં કોર્ટની શરતોનું પાલન કરવાના ભાગ રૂપે અલ્પેશ કથીરીયા મહિનાના પહેલા દિવસે ક્રાઈમ બ્રાંચમાં હાજરી પૂરાવવા માટે પહોંચ્યો હતો. જોકે હાજરી પૂરાવ્યા બાદ અલ્પેશે પોલીસ અધિકારીઓ પર આક્ષેપો યથાવત રાખ્યા હતા, તો સાથે જ હાર્દિક પટેલ જ અનામતનો ચહેરો હોવાનું કહ્યું હતું.

ક્રાઈમ બ્રાંચ બહાર અલ્પેશે નિવેદન આપતા કહ્યું હતું કે આજે જે રાજદ્રોહનો કેસ છે, જેમાં શરત છે કે કેસ ચાલે ત્યાં સુધી અને ચાર્જશીટ થાય ન ત્યાં સુધી દર મહિનાની પ્રથમ તારીખે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીમાં હાજરી પુરાવવી, એટલે મેં 1:55 વાગ્યે હાજરી પુરાવી. કાયદાની શરતનું મેં સંપૂર્ણ પણે પાલન કર્યું છે. રસ્તામાં હું સમયસર ન પહોંચી શકું એ માટેનાં ખુબ પ્રયત્નો થયા, પણ હું બે વાગ્યા પહેલા ટુવ્હિલ લઈને આવી ગયો, આજ સુધી એકપણ શરતોનું ઉલ્લંઘન કર્યું નથી, જો કર્યું હોય તો પોલીસ પૂરાવા આપે.

પોલીસ પાસે મને નોટીસ બજાવવા કે આપવા આવવાનો પણ સમય નથી, એટલે મને અત્યારે નોટીસ આપવામાં આવી છે. અલ્પેશે વધુમાં કહ્યું હતું કે ક્રાઈમ બ્રાંચમાં ખુબ એસી કેબિનો બની ગઈ છે. પરંતુ ખરેખર ડીસીબીમાં એસી કેબીનો હોવી ન જોઈએ, આ ઓફિસો અંદર જે ખર્ચ થયો છે, તે અંગે ક્રાઇમ બ્રાંચ જાહેર જનતાને જાણકારી આપે, એસી, ટેબલ, ફર્નિચર બધું આવ્યું ક્યાંથી? શું કમિશ્નરની ગ્રાન્ટ માંથી, હોમ મિનિસ્ટરની ગ્રાન્ટમાંથી ? હવે જ્યારે જ્યારે પણ સહી કરવા હું આવીશ ત્યારે હું સમયસર આવીશ અને જ્યારે પણ હું ડીસીબીની ઓફિસમાં જઈશ ત્યારે એક નવો મુદ્દો મીડિયાને આપીશ.

બીજી બાજુ પોલીસ અધિકારીઓ પર મુકવામાં આવેલા આક્ષેપો અંગે અલ્પેશે કહ્યું હતું કે હું પૂરાવા આપીશ જ નહીં, કારણ કે મારી પાસે પૂરાવા જ નથી. કારણ કે એ લોકો જે રીતે આરોપ મુકે છે તેમ હું પણ આરોપ મૂકી રહ્યો છું, પરતું એક વખત મેં નામ લીધા છે તે પોલીસકર્મીઓ એવું કહી દે કે તેઓ ભ્રષ્ટાચાર નથી કરતા, ફાર્મહાઉસમાં નથી જતા, દારુ બંદી હોવા છતાં દારુ નથી પીતા. એક વખત આધિકારી કબૂલી લે કે તેઓ કશું ખોટું કરતા નથી, તે દિવસે સાંજ સુધીમાં હું તમામ પૂરાવા આપી દઈશ.
First published: January 1, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading