સુરત : કોરોનાને લઇને રાત્રી કર્ફ્યૂ માત્ર લોકો માટે, રાજકીય પાર્ટીના કાર્યાલય 11 વાગ્યા બાદ પણ ધમધમે છે

સુરત : કોરોનાને લઇને રાત્રી કર્ફ્યૂ માત્ર લોકો માટે, રાજકીય પાર્ટીના કાર્યાલય 11 વાગ્યા બાદ પણ ધમધમે છે
સુરત : કોરોનાને લઇને રાત્રી કર્ફ્યૂ માત્ર લોકો માટે, રાજકીય પાર્ટીના કાર્યાલય 11 વાગ્યા બાદ પણ ધમધમે છે

રાજકીય પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો આ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને નિયમો પાડતા નથી

  • Share this:
સુરત : કોરોના મહામારી વચ્ચે લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે અને આજે પણ મહાનગર વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ નિયમો સામાન્ય જનતાને જ પાડી રહી છે પણ આ નિયમો રાજકીય પાર્ટીના ઉમેદવાર કે તેમના કાર્યકરો પાડી રહ્યા નથી. રાત્રી પડતા કાર્યાલયો કાર્યકર્તાઓથી ઉભરાઈ રહ્યા છે.

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આ વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા સરકાર દ્વારા આ ચૂંટણીમાં કોરોના ગાઇડલાઇન વચ્ચે ઉમેદવારોને ચૂંટણી પ્રચાર કરવા કહેવામાં આવ્યું છે. કોરોનાના કારણે ગુજરાતના મહાનગરોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. લોકોને તેનો કડક પણે અમલ કરવાની સૂચના આપવામાં આવી છે પણ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ તમામ રાજકીય પાર્ટી આ કોરોના ભૂલી નિયમો પાડી રહ્યા નથી. અથવા તંત્રએ રાજકીય પાર્ટીઓને ખાસ કેસમાં છૂટ આપી છે.આ પણ વાંચો - મોટેરા ટેસ્ટની 14 ફેબ્રુઆરીથી ટિકિટો મળશે, જાણો કેટલા રૂપિયા છે કિંમત અને ક્યાંથી મળશે

દિવસ દરમિયાન લોકો માસ્ક ના પહેરે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો તેમની પાસે દંડ લેવામાં આવે છે પણ રાજકીય પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો આ ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને નિયમો પાડતા નથી. આમ છતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાત પડતાની સાથે જ પોલીસ સાથે તંત્ર લોકોને કર્ફ્યૂનું પાલન કરાવવા લાગી જાય છે. જેને લઈને 11 વાગતા શહેરના રસ્તા સુમસામ થઇ જાય છે. જોકે બીજી બાજુ રાજકીય પાર્ટીના કાર્યાલયો પર ઉમેદવાર અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયેલા જોવા મળે છે.

ઉમેદવાર સાથે કાર્યકરોને પણ કોઈ નિયમ નડતા નથી. પછી તે માસ્ક હોય, સોશિયલ ડિસ્ટન્સ હોય કે પછી રાત્રી કર્ફ્યુ. આ તમામ નિયમો લોકો માટે છે પણ રાજકીય પાર્ટી માટે નથી. પોલીસ અને તંત્ર દ્વારા હાલમાં આ લોકોને છૂટ આપવામાં આવી હોય તેવા નજારો સુરતમાં જોવા મળે છે.
Published by:Ashish Goyal
First published:February 13, 2021, 23:18 pm