Home /News /gujarat /

સુરતઃઓનલાઇન બેકિંગ સેવાના નામે છેતરપીંડી, NRIના રૂ.2.50લાખ ઉપડી ગયા

સુરતઃઓનલાઇન બેકિંગથી તમે વ્યવહાર કરતા હોવ તો ચેતીં જજો, કારણ કે તમે પણ ઓનલાઇન બેકિંગ સેવાનો ભોગ બની શકો છો સુરતમાં રહેતા એનઆરઆઇ વ્યકિતને તેમનું એકાઉન્ટ રદ્દ કરવામાં આવ્યુ છે તેમ કહી મેઇલ પર વિવિધ માહિતીઓ મંગાવીને ઠગબાજોએ રૂ 2.50 લાખ બારોબાર તેમના એકાઉન્ટમાંથી વિડ્રો કરી લીધા હતા. જે બનાવ અંગે અડાજણ પોલીસ મથકમાં અજાણ્યા વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃઓનલાઇન બેકિંગથી તમે વ્યવહાર કરતા હોવ તો ચેતીં જજો, કારણ કે તમે પણ ઓનલાઇન બેકિંગ સેવાનો ભોગ બની શકો છો સુરતમાં રહેતા એનઆરઆઇ વ્યકિતને તેમનું એકાઉન્ટ રદ્દ કરવામાં આવ્યુ છે તેમ કહી મેઇલ પર વિવિધ માહિતીઓ મંગાવીને ઠગબાજોએ રૂ 2.50 લાખ બારોબાર તેમના એકાઉન્ટમાંથી વિડ્રો કરી લીધા હતા. જે બનાવ અંગે અડાજણ પોલીસ મથકમાં અજાણ્યા વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા દિપક માહ્યાવંશી દુંબઇમાં નોકરી કરતા હતા. ચાર વર્ષ દુંંબઇમા નોકરી કર્યા બાદ તેઓ સુરતમાં સ્થાયી થઇ ગયા હતા. દરમિયાન તેમના ઇ-મેલ આઇડી પર કસ્ટમરફંડ16 પરથી એક મેલ આવ્યો હતો. જેમા તેમનું આઇસીઆઇસીઆઇમાં એનઆરઆઇ એકાઉન્ટ રદ્દ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ જોતા જ પહેલા તો દિપકભાઇના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. જેથી તેઓએ ફરી બેંક તરફથી આવેલ મેઇલ વાંચ્યો હતો.

જેમા તેમને મોકલવામાં આવેલ મેલ સાથે એક લીંક એટેચ કરી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જેથી દિપકભાઇએ લીંકમાં માંગેલ તમામ બેંક ડિટેઇલ આપી દીધી હતી. ત્યારબાદ ફરી એક અજાણ્યા નંબર પરથી તેમના પર ફોન આવ્યો હતો અને બેંક ડિટેઇલ માંગી હતી. જો કે તે સમયે દિપકભાઇએ ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં બીજે દિવસે એકાએક તેમના એકાઉન્ટમાંથી રૂ 10 લાખનું ટ્રાન્ઝેકશન થયુ હોવાનો એક મેસેજ આવ્યો હતો. જેથી તેઓએ તાત્કાલિક ધોરણે પોતાની આઇસીઆઇસીઆઇ બેંક પર પહોંચી પેમેન્ટ સ્ટોપ કરાવી દીધું હતુ. જો કે ઠગબાજો દ્વારા પૈસા ટ્રાન્સફર થતાની સાથે જ 10 લાખ પૈકી અઢી લાખ રૂપિયા વિડ્રો કરી લીધા હતા.
First published:

Tags: એનઆરઆઇ, ઓનલાઇન ઠગાઇ, ક્રાઇમ, છેતરપિંડી, બેન્ક એકાઉન્ટ, સાઇબર ક્રાઇમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन