સુરત: લિંબાયતમાં લુખ્ખાઓનો આંતક, બે યુવકોને જાહેરમાં માર મારીને લોહીલુહાણ કર્યા

લુખ્ખા તત્વોનો આતંક કેમેરામાં કેદ

Surat news: સુરતના લિંબાયત વિસ્તારમાં સર્કલ નજીક અંબાજી મંદિર પાસે આ વિસ્તારના માથા ફરેલા કેટલાક ઇસમોએ જાહેરમાં મારામારી કરી હતી.

  • Share this:
સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના લિંબાયત વિસ્તાર (Limbayat area)માં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં અસામાજિક તત્વો આ વિસ્તારમાં દારૂ પીને પસાર થતાં બે યુવક (Drunken youth beaten)ને જાહેરમાં માર મારતા જોવા મળે છે. અસામાજિક તત્વો બંને યુવકોને માર મારીને લોહીલુહાણ કરી નાખે છે. આ બનાવ બન્યો ત્યારે અન્ય લોકો મૃકપ્રેક્ષક બનીને જોતા રહે છે. આ અંગેનો વીડિયો વાયરલ (Surat viral video) થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં અસામાજિક તત્વો દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે, તેની પાછળ સુરત પોલીસની નિષ્ક્રિયતા સામે આવી રહી છે. ખાસ કરીને સુરતના ઉધના-લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં સર્કલ નજીક અંબાજી મંદિર (Ambaji temple) પાસે આ વિસ્તારના માથા ફરેલા કેટલાક ઇસમોએ જાહેરમાં મારામારી કરી હતી. આ વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા હોવાથી તેમની સાથે બે મિત્રો કે જે દારૂના નશામાં હતા તેમને લાકડી વડે ફટકારે છે.

બંને યુવકોને એટલી હદે માર માર્યો કે તેઓના શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. દારૂના નશામાં હોવા ઉપરાંત ગંભીર ઈજા થતા ત્યાં જ ઢળી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી હતી. અસામાજિક તત્વો યુવકોને માર મારી રહ્યા હતા ત્યારે અન્ય લોકો તમાશો જોઈ રહ્યા હતા. બીજી તરફ કેટલાક સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાંની સાથે જ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી દિવસેને દિવસે વધી વધી રહી છે. હવે ફરીથી આ પ્રકારની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની લોકો માંગણી કરી રહ્યા છે. પોલીસ આ લોકો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત ચારનાં મોત

સુરતના છેવાડા પર આવેલા હજીરા વિસ્તાર (Hajira area)માં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત (Surat accident)માં એક જ પરિવારમાં ત્રણ લોકો દાદા, પુત્ર અને પૌત્રનું મોત થયું છે. સાથે અન્ય એક યુવકનું મોત થયું છે. અકસ્માતમાં એકની હાલત ગંભીર છે. લોકોની વાત માનીએ તો દારૂના નશામાં ચકચૂર થઈને તમામ લોકો ગણપતિ મંડપ પાસે નાચવા માટે પહોંચ્યા હતા પણ પોલીસની ગાડી આવતા તમામ લોકો ભાગ્યા હતા અને ડમ્પરના પાછળના ભાગમાં કારની ટક્કર હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published: