અફઘાનિસ્તાનથી વતન પરત ફરેલા ગુજરાતી યુવાને જણાવ્યું, 'ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે'

પરિવારમાં ખુશીનો માહોલ છે

Navsari youth came from Afghanistan: તાલુકાના 10 યુવકો સ્વદેશ પરત આવ્યાં છે. યુવાનો પરત ફરતા પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

  • Share this:
    અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાને કબજો (Taliban Terror) મેળવ્યા બાદ પરિસ્થિતિ બદથી બદત્તર થઇ રહી છે. ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. અફઘાનિસ્તાનના બરગામ મિલિટ્રી બેઝ પર કામ કરતા નવસારી જિલ્લાના ગણદેવી (Navsari youth came from Afghanistan) તાલુકાના 10 યુવકો સ્વદેશ પરત આવ્યાં છે. યુવાનો પરત ફરતા પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

    આ યુવાનો અમેરિકન આર્મી સાથે કરતા હતા કામ

    નવલારી જિલ્લાના ગણદેવી તાલુકાના 10 જેટલા યુવાનો અફઘાનિસ્તાનના બરગામ સ્થિત યુએસ મિલિટ્રી બેઝ કેમ્પમાં કામ કરતા હતા. અહીં તેઓ અમેરિકન આર્મીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાની કામગીરી કરતા હતા. જોકે, અમેરિકન આર્મીએ બગરામ બેઝ કેમ્પ અફઘાન આર્મીને સોંપીને સેનાને પરત ખેંચી લીધી છે. જે બાદ ગુજરાના તમામ 10 જેટલા યુવાનો પણ વતન પરત ફર્યા છે. જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

    આ પણ વાંચો - સુરતના રિક્ષા ચાલકની દિલદારી: બાળક સાથે આપઘાત કરવા જતી મહિલાનો સતર્કતાથી બચાવ્યો જીવ

    2017થી અફઘાનિસ્તાનમાં નોકરી કરતા હતા

    નવસારી જિલ્લાના ચીખલીના મણીયાર સ્ટ્રીટ ખાતે રહેતા ડેરીક કિશોરભાઈ લાડ વર્ષ 2017માં નોકરી માટે અફઘાનિસ્તાન ખાતે ગયા હતા. આ દરમ્યાન થોડા સમય પહેલા પરિવારના સભ્યનું નિધન થતા પરત આવી ફરી 15થી 20 દિવસ પૂર્વે જ અફઘાનિસ્તાન ગયા હતો. ડેરીક લાડ કાબુલ એરપોર્ટ ઉપર નાટો દેશોના બેઇઝ કેમ્પમાં ઇકોલમ ઇન્ટરનેશનલ નામની યુરોપિયન કંપનીમાં ફાયર એલાર્મ ટેક્નિશયન તરીકે ફરજ બજાવતા હતા.

    'અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે'

    આ દરમ્યાન ડેરીક લાડે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, અફઘાનમાં ફસાયેલા ભારતીયોની મદદે ભારત સરકાર આવી અને ઇન્ડિયન એમ્બેસી દ્વારા દરેક પ્રકારની મદદ કરી હતી. તેમની કંપની દ્વારા જ તેઓના 160 જેટલા ગ્રુપને ત્રણ ગ્રુપમાં યુએસના કાર્ગો વિમાનમાં કાબુલ એરપોર્ટ પરથી કતાર લાવવામાં આવ્યા હતા. ત્યાં બે દિવસના રોકાણ દરમ્યાન સરકાર દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં કતારથી ભારત સરકારના ટાટા વિસ્તારા એરલાઇન્સમાં તેઓને દિલ્હી ખાતે અને ત્યાર બાદ ત્યાંથી સુરત વિમાન માર્ગે લાવી મંગળવારના રોજ સવારના સમયે ચીખલી મનીયાર સ્ટ્રીટ પોતાના ઘરે હેમખેમ આવી પહોચ્યા હતા.



    તેમણે વધુમાં જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આવી પરિસ્થિતિમાં હેમખેમ પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    Published by:Kaushal Pancholi
    First published: