વિશ્વ આદિવાસી દિવસ નિમિતે નવસારીમાં આદિવાસી સમાજે કરી ઉજવણી, આપ નેતા આશુતોષ અને સંજય સિંહ રહ્યાં ઉપસ્થિત

Parthesh Nair | Pradesh18
Updated: August 9, 2016, 8:48 PM IST
વિશ્વ આદિવાસી દિવસ નિમિતે નવસારીમાં આદિવાસી સમાજે કરી ઉજવણી, આપ નેતા આશુતોષ અને સંજય સિંહ રહ્યાં ઉપસ્થિત
આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે નવસારીમાં આદિવાસીઓની વેશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આપ પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ ઉપાધ્યાય અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહ હાજર રહ્યાં હતા. જેમણે આદિવાસીઓને સંબોધતા ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

  • Pradesh18
  • Last Updated: August 9, 2016, 8:48 PM IST
  • Share this:
નવસારી# આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે નવસારીમાં આદિવાસીઓની વેશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આપ પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ ઉપાધ્યાય અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહ હાજર રહ્યાં હતા. જેમણે આદિવાસીઓને સંબોધતા ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

નવસારી આદિવાસી સમાજ દ્વારા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ખડસુપા ખાતે સમાજની વાડીમા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રીત થયા હતા. સભામાં ખાસ આદિવાસીઓના આમંત્રણને માન આપીને આપ પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ ઉપાધ્યાય અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહ હાજર રહ્યાં હતા. સભાને સંબોધતા આપના નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી અને આવનારી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પરિવર્તન આવશે એવી જાહેરાત કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા મુળ ગુજરાતના અમિત શાહ નવા નેતૃત્વ મૂજબ ગુજરાતમાં સત્તા સાચવી રાખવા મરણિયો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે આમ આદમી પાર્ટીને સમર્થન આપતા આદિવાસી આગેવાનોએ જાહેરમાં ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓને પડકાર આપ્યો હતો. અને આત્યાર સુધી માત્ર આદિવાસોનો ઉપયોગ જ કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતુ.
First published: August 9, 2016, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading