નવસારી : નવસારીનાં ગૌરીશંકર મહોલ્લા ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શાળાનાં લોકાર્પણ માટે આવવાના હોય તેની પૂર્વ તેયારી નાં ભાગરૂપે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટીસ બાદ બાળકોને પરત શાળાએ ખુલ્લા ટેમ્પામાં લઈ જવાતા આ વિસ્તારનાં લોકોએ નગરપાલિકાની આ બેદરકારી બદલ આક્રોશ વ્યાપી ગયો હતો. બાળકોને ટેમ્પોમાં લઈ જવાતા હોવાનો વીડિયો વાયરલ થતા લોકો એ નગરપાલિકાની કામગીરી સામે બાળકોની સલામતી અંગે સવાલ પણ ઉઠાવ્યા હતા. જોકે આ બાબતે નવસારી નગર પાલિકા નાં શાસકો કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપવાનો ટાળ્યો હતો.
બનાવની વિગત એવી છે કે નવસારી શહેરનાનાં ગૌરીશંકર મહોલ્લા ખાતે આવેલ એક પ્રાથમિક શાળાના ઉદ્ઘાટનમાં રાજ્યનાં મંત્રી પધારનાર હોય અને ત્યારે સંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર હોય નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓનાં બાળકોને સંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર કરાયા હતા. આજ રોજ બપોર બાદ આ શાળાનાં વિધાર્થીઓને જલાલપોર ખાતે આવેલ ઉદ્ઘાટન સ્થળે લાવવામાં આવ્યા હતા અને તેમની પાસે વિવિધ કાર્યક્રમની પ્રેક્ટીસ કરાવાઈ હતી.
પ્રેક્ટિસ બાદ વિદ્યાર્થીઓને પરત જે તે શાળા માં જતી વખતે નગરપાલિકાની માલિકીનાં ટેમ્પાઓમાં બાળકો ને લઇ જવામાં આવ્યા હતા. જેમાં પાછળ ટેમ્પો ખુલ્લો જ હોય તે બાબતે કોઈ પણ સલામતીના સાધનો વગર બાળકોને લઈ જવામાં આવ્યા હતા અને ડ્રાઈવર પણ પૂર ઝડપે આ ટેમ્પો હંકારી લાવતા બાળકો ને સલામતી પણ જોખમાઈ હતી. પાલિકાની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો સલામત અને સંવેદનશીલ ગુજરાતનાં શાસકો બાળકોને કોઈ પણ સલામતી વગર આ ટેમ્પામાં બેસાડી ને મોટું જોખમ ખેડ્યું હતું જે બાબતે નગરપાલિકાનાં શાસકોએ ચુપકીદી સાધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર