અકસ્માતના ગુનામાં ચાઇનીઝ શખ્સને નવસારી કોર્ટનું તેડું

News18 Gujarati
Updated: June 23, 2019, 9:23 PM IST
અકસ્માતના ગુનામાં ચાઇનીઝ શખ્સને નવસારી કોર્ટનું તેડું
કોર્ટે નવસારી ગ્રામ્ય પોલીસને ફરમાન આપ્યું છે કે ફરાર શખ્સને ચીન રૂબરૂ જઈને સમન્સ બજાવવામાં આવે

વર્ષ 2015ના ગુનામાં ફરાર ચાઇનીઝ શખ્સને આગામી તારીખે કોર્ટમાં હાજર કરવા પોલીસને રૂબરૂ ચાઇના જઈ સમન્સ પાઠવા ફરમાન

  • Share this:
રાજન રાજપુત, નવસારી : નવસારીની ચિફ જ્યુડિશિયલ કોર્ટે ચાઇનાના એક ઇસમને કોર્ટમાં હાજર કરવા પોલીસને સમન્સ પાઠવ્યું છે. વર્ષ 2015માં થયેલા અકસ્માતના ગુનામાં સાહેદી આપવા માટે કોર્ટે સમન્સ ઇશ્યૂ કર્યુ છે. મૂળ ચાઇનાનો રહેવાસી જીશ્યો મીન જ્યું હંગને કોર્ટમાં હાજર કરવા માટે ગ્રામ્ય પોલીસને કોર્ટે તેડું મોકલવામાં આવ્યું છે.

આ એકસ્માં ચાઇનાના જીયાંગશું વઝાંગ પ્રાંતમાં રહેતા હંગને રૂબરૂ જઈને કોર્ટમાં હાજર રહેવા માટે પોલીસને કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટે પોલીસને ચાઇના રૂબરૂ જઈને સમન્સની બજવણી કરવા હુકમ કર્યો છે. આગામી 25મી જૂને કોર્ટમાં સાદેહને સવારે હાજર રાખવા માટે સમન્સ ઇશ્યુ કરાયું છે.

આ પણ વાંચો :  'જીજાજી મારા બાળકોનું ધ્યાન રાખજો, મારી પત્ની તો પાગલ થઈ જશે હું જઈ રહ્યો છું'

નવસારી ગ્રામ્ય પોલીસ હદમાં વર્ષ 2015માં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. આ ગુના સબબ જુબાની આપવા માટે તે વખતે અકસ્માત સાથે જોડાયેલા ચાઇનીઝ સિટિઝનને કોર્ટનું તેડું આવ્યું છે. આ સમન્સને લઈને નવસારી પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. આ શખ્સને ચાઇના જઈને કેવી રીતે લઈ આવવો તેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેવી રીતે ભોગવવો તે મુદ્દે પોલીસ બેડામાં ચર્ચા છે.

 
First published: June 23, 2019
વધુ વાંચો
अगली ख़बर