નવસારી: યુવાનોએ પોલીસ વાનનો ઉપયોગ કરી stunt video બનાવી કર્યો viral, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

વીડિયોમાંથી લીધેલી તસવીરો

stunt viral video: સોમવતી અમાસ હોવાને કારણે પોલીસ બંદોબસ્તમાં ગયેલા પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર મંદિરમાં દર્શન કરવા ગયા હતા.

 • Share this:
  ભાવિન પટેલ, નવસારી : બીલીમોરાનો (BIlimora) એક વીડિયો હાલ ઘણો જ ચર્ચાઇ રહ્યો છે. જેમાં બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં એક યુવાન પોલીસ કંટ્રોલ વાનનો (Bilimora Police van use in stunt video) ઉપયોગ કરીને સ્ટંટ કરતો દેખાય છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ (viral stunt video) થઇ રહ્યો છે. જે બાદ જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ ત્રણ પોલીસ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આ સાથે વીડિયો બનાવનાર ચાર યુવાનોની પણ ધરપકડ કરી આઇટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

  ફિલ્મી સ્ટાઇલમાં યુવાનોએ બનાવ્યો વીડિયો

  નવસારી જિલ્લાના બીલીમોરાના સોમનાથ મંદિર પરિસરમાં ઉભેલી બિલીમોરા પોલીસ વાનનો ઉપયોગ કરીને યુવાનોએ સ્ટંટનો વીડિયો બનાવ્યો છે. જે હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં યુવક ફિલ્મી ગીતની તર્જ ઉપર નીચે ઉતરે છે અને જોખમી સ્ટંટ કરતો આગળ આવે છે. એક સરકારી વાહનનો ઉપયોગ કરીને જોખમી સ્ટંટ કર્યા છે, તે અંગે પણ ઘણાં જ સવાલો ઉઠ્યા છે અને ચર્ચાઓ શરૂ થઈ છે.

  આ પણ વાંચો- જૂનાગઢ વકીલની હત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, પત્નીએ જ કરી હતી પતિની હત્યા

  ત્રણ  પોલીસકર્મીઓ સામે સસ્પેન્ડ

  આ કેસમાં પોલીસ અધિક્ષકના જણાવ્યા પ્રમાણે, ગઇકાલે, 6 સપ્ટેમ્બરના રોજ સોમવારે સોમવતી અમાસ હોવાને કારણે પોલીસ બંદોબસ્તમાં ગયેલા પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન સ્થાનિક છોકરાઓએ સ્ટંટના વીડિયો અને ફોટાગ્રાફી માટે પોલીસની ગાડીનો ઉપયોગ કર્યો હતો. હવે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ અધિક્ષક પ્રમાણે, જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ ત્રણ પોલીસ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આ સાથે વીડિયો બનાવનાર ચાર યુવાનોની પણ ધરપકડ કરી આઇટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.  સુરતની યુવતીનો સ્ટંટનો વીડિયો પણ થયો હતો વાયરલ

  થોડા દિવસ પહેલા સુરતની યુવતીનો સ્ટંટ કરતો વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. સુરતમાં બાઈક પર વગર માસ્કે છુટા હાથે બાઇક રાઇડીંગ કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (viral video) થયો હતો. જે બાદ ઉમરા પોલીસ દોડતી થઈ હતી. બારડોલીની એક યુવતીને સુરતમાં આવીને બાઈકના સ્ટંટ કરવા ભારે પડ્યા છે. બારડોલીથી સુરત (surat) આવીને બાઈક સ્ટંટ કરતા વીડિયો ઉતરીને યુવતીને જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસ કન્ટ્રોલ રૂમને આ વીડિયો મળ્યો હતો. ઉમરા પોલીસે જોખમી સ્ટંટ કરવા અને લોકોના જીવ જોખમ મૂકવા બાબતે યુવતી સામે ગુનો નોંધીને યુવતીની ધરપકડ કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: