Home /News /gujarat /સ્ટેચ્યૂ ઓફ યુનિટિ આજે પ્રવાસીઓ માટે ખુલ્લું, કેવડિયાની હોટલ ટેન્ટસિટીમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ આજે પ્રવાસીઓ માટે ખુલ્લું, કેવડિયાની હોટલ ટેન્ટસિટીમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ

ગુજરાતના (Gujarat) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (Statue of Unity) કારણે આખા વિશ્વમાં કેવડિયાને (kevadia) ઓળખ મળી છે. આ વિસ્તારનો મોટોભાગ જંગલો અને લીલોત્તરીથી છવાયેલો છે. આ જગ્યા તેની કુદરતી સુંદરતાને કારણે પણ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ બની છે. હવે પીએમ મોદીએ (PM Narendra Modi) પર્યાવરણ દિવસે (Environment Day 2021) કેવડિયાને એક નવું નજરાણું આપવાનું આહ્વાન કર્યું છે. કેવડિયા હવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રીક વ્હીકલ શહેર (Electric Vehicle city) બનશે અને ભવિષ્યમાં અહીં માત્ર બેટરી આધારિત કાર, બસ અને બાઇક જ ચાલશે. પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતને લઇને PM નરેન્દ્ર મોદીએ આ મોટી જાહેરાત કરી હતી.

દર સોમવારે જાળવણી માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટો બંધ હોય છે. પરંતુ આ વખતે ધૂળેટી હોવાના કારણે બધા પ્રોજેકટ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે.

નર્મદા: ગુજરાતમાં (Gujarat) એકબાજુ કોરોના (Coronavirus) મહામારીનો કહેર વ્યાપી રહ્યો છે. તો બીજીબાજુ હોળીની (HOli) રાજ્યમાં ધામધૂમપૂર્ક અને કોરોના ગાઇડલાઇન (Holi Guidline) પ્રમાણે ઉજવણી થઇ રહી હતી. ત્યારે ગુજરાતનાં મોટા મંદિરો હોળી અને ધુળેટીમાં ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે પરંતુ પ્રવાસન સ્થળો ખુલ્લાં રાખવામાં આવ્યાં છે. આજે સામાન્ય રીતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં (Statue of Unity) સોમવારે રજા હોય છે પરંતુ સળંગ આવતી રવિ, સોમની રજાને કારણે SOU ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. પરંતુ કેવડિયાની આસપાસની હૉટલ, રિસોર્ટ અને ટેન્ટસિટીમાં ધુળેટીની (Dhuleti celebration Ban) ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

બધા પ્રોજેકટ આજે ખુલ્લાં રહેશે

રાજ્યમાં એકબાજુ 144ની કલમ લગાવવામા આવી છે અને બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. ત્યારે અહીં બહારના રાજ્યના લોકો પણ આવી શકતા નથી. 29 માર્ચના રોજ ધુળેટીના દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લું રહશે. દર સોમવારે જાળવણી માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટો બંધ હોય છે. પરંતુ આ વખતે ધૂળેટી હોવાના કારણે બધા પ્રોજેકટ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. ટિકિટનું ઓનલાઇન બુકિંગ પણ ચાલુ જ રાખવામાં આવ્યું છે.

સોમનાથ: હોળી બાદ વડીલોએ કાઢ્યો વરતારો, 'આગામી ચોમાસું 12 આની રહેશે'



આજે 25 હજાર પ્રવાસીઓ આવવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં છેલ્લા એક વર્ષમાં દેશ તેમજ વિદેશમાંથી 40 લાખથી વધારે પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. આજે 25 હજાર જેટલા પ્રવાસીઓ આવે તેવી શક્યતા દર્શાવાઇ છે.  આ સાથે અહીં હેલિકોપ્ટરની રાઈડથી તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઉપરથી પણ નજારો જોઈ શકો છો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં અત્યાર સુધી લાખો પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. અત્યાર સુધી સ્ટેચ્યૂને જોવા માટે પ્રવાસીઓ બસમાં બેસી ગેટથી પગપાળા જતાં હતાં.

MP: એક જ યુવતી સાથે લગ્ન કરવા પહોંચ્યા સાત વરરાજા, ન સાસરીવાળા મળ્યાં ન દુલ્હન મળી

હેલિકોપ્ટરથી હવાઇ માર્ગે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો જોઇ શકાતો હતો. બીજી બાજુ નર્મદા નદી કાંઠે પણ ક્રૂઝને આખરી ઓપી દેવામાં આવ્યો છે. ક્રૂઝમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે છે. જેથી ગરુડેશ્વર વીયર ડેમથી સ્ટેચ્યૂ સુધીનું 2 કિમીનું સરોવર ભરવામાં આવ્યું છે. સરોવરને લગભગ 30 મીટર જેટલું ભરવામાં આવ્યું છે.
First published:

Tags: Holi, Narmada, Statue of unity, ગુજરાત