નર્મદા ડેમની સપાટી 119.72 મીટરે પહોંચી, કડાણા ડેમમાં પણ નવા નીરની આવક

નર્મદા ડેમની સપાટી 119.72 મીટરે પહોંચી, કડાણા ડેમમાં પણ નવા નીરની આવક
નર્મદા ડેમ

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રાજ્યના મહત્વપૂર્ણ ડેમોમાં આવ્યા નવા નીર

 • Share this:
  દીપક પટેલ, નર્મદા/મિતેશ ભાટીયા, મહિસાગર : રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન બાદ મહત્વપૂર્ણ ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર પહોંચી ગઈ છે. તો કડાણા ડેમમાં પણ 15500 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. નોંધનીય છે કે, રાજ્યના મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 205 ડેમોમાં કુલ ક્ષમતાની સામે 29.12 ટકા જ પાણીનો સંગ્રહ થયેલો છે.

  નર્મદા ડેમની સપાટી 119.72 મીટર  સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 6440 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના સ્તરમાં વધારો નોંધાયો છે. હાલમાં નર્મદા મુખ્ય કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, 10 દિવસમાં પાવર હાઉસના બે ટરબાઇન ચાલુ કરવામાં આવશે.

  કડાણા ડેમમાં 15500 ક્યૂસેક પાણીની આવક

  બીજી તરફ, મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને પગલે આવકમાં વધારો થયો છે. કડાણા ડેમમાં આવેલ પાવર હાઉસનું એક યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. હાલ પાણીની આવક 15500 ક્યૂસેક નોંધાઈ છે જ્યારે જાવક 5100 ક્યૂસેક છે. જોકે પાવરહાઉસ મારફતે 5100 ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી સપાટીમાં વધારો નહિવત નોંધાયો છે.

  આ પણ વાંચો, ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં દે ધનાધન

  આ ઉપરાંત, રાજપીપળા શહેર અને આજુબાજુના વિસ્તારમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ડેડીયાપાડા, તિલકવાળા, સાગબારામાં વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ પડવાથી ઉકળાટમાંથી લોકોને રાહત મેળી છે.
  First published:June 25, 2019, 10:16 am