Home /News /gujarat /

ગુજરાત માટે સારા સમાચાર: નર્મદા ડેમ 50% ભરાયો, ઉપરવાસમાંથી થઇ પાણીની આવક

ગુજરાત માટે સારા સમાચાર: નર્મદા ડેમ 50% ભરાયો, ઉપરવાસમાંથી થઇ પાણીની આવક

નર્મદા ડેમની પ્રતીકાત્મક તસવીર

Narmada Dam water level increasing: ઉપરવાસમાંથી 74,846 ક્યૂસેક પાણીની આવક થઇ છે. જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો નોંધાયો છે.

    કેવડિયા: ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની (Narmada Dam) સપાટીમાં વધારો નોંધાતા ડેમ 50 ટકા ભરાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી (Sardar Sarovar dam water level) 118.41 મીટર થઇ છે. મધ્યપ્રદેશના કેચમેન્ટ (Rainfall in Madhyapradesh) વિસ્તારમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાંથી 74,846 ક્યૂસેક પાણીની આવક થઇ છે. જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો નોંધાયો છે.

    નર્મદા ડેમમાં 4690 MCM લાઈવ સ્ટોરેજ

    ગુજરાતમાં હજી આ વર્ષે સારો વરસાદ પડ્યો નથી. ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેના કારણે 24 કલાકમાં 1 મીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ ગઇ છે. નર્મદા ડેમમાં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે.

    ગત વર્ષે ઓગસ્ટમાં જ ભરાયો હતો ડેમ

    નોંધનીય છે કે, સરદાર સરોવર ડેમ ગત વર્ષે 28 ઓગષ્ટ 2020ના રોજ 138.68 મીટરને પાર થયો હતો. જેના કારણે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે સરદાર સરોવરની સપાટી આટલી ઉપર હજી નથી ગઇ. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે.



    ભારે વરસાદની આગાહી

    તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી ત્રણ દિવસ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 8 અને 9 સપ્ટેમ્બરે એટલે આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની (heavy rainfall forecast in Gujarat) સંભાવના વ્યક્ત કરાઇ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જો સારો વરસાદ થશે તો જ ખેડૂતોને ખેતી માટે અને સામાન્ય જનતાને પાણી શાંતિથી આપવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kevadia, Narmada, Narmada dam, Sardar Sarovar Dam

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन