ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા, દાહોદમાં વરસાદ

News18 Gujarati
Updated: August 27, 2019, 5:47 PM IST
ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા, દાહોદમાં વરસાદ
વરસાદની તસવીર

નર્મદા ડેમમાં પાણીની આવક અને જાવક સરખી, ડેમના 15 દરવાજા 3.07 મીટર સુધી ખોલવામાં આવ્યાં, સપાટી 133.70 મીટર પર પહોંચી.

  • Share this:
દીપક પટેલ/હાર્દિક પટેલ/સાબિર ભાભોર : ઓડિશામાં સર્જાયેલી લો પ્રેશરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ઐતાહાસિક સ્તર પર પહોંચી છે. અરવલ્લી જિલ્લામાં પણ સોમવાર સવારથી વરસાદ નોંધાયો છે.

અરવલ્લીમાં વરસાદ : જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના શામળાજી, ભિલોડામાં સવારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. માલપુરમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં મેઘરજ અને મોડાસામાં અડધો ઇંચ, ધનસુરામાં 7 મિ.મી. અને બાયડ 5 મિ.મી. વરસાદ નોંધાયો છે.દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મધ્યરાત્રીથી વહેલી સવાર સુધી જિલ્લાના ગરબાડા, ઝાલોદ, દેવગઢ બારીયા, દાહોદ, ધાનપુર, ફતેપુરા, સીંગવડમાં વરસાદ પડ્યો હતો. જેમાં ઝાલોદ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગરબાડામાં 08 મિ.મી., ઝાલોદમાં 14 મિ.મી., દેવગઢ બારીયામાં 02 મિ.મી., દાહોદમાં 45 મિ.મી., ધાનપુરમાં 06 મિ.મી., ફતેપુરામાં 07 મિ.મી., સીંગવડમાં 01 મિ.મી. વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા : હિંમતનગર તાલુકામાં લાંબા વિરામ બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ : ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ડેમની સપાટી 133.70 મીટર પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક 4,06,792 ક્યુસેક અને જાવક 4,06,581 ક્યુસેક એટલે કે લગભગ સરખી છે. હાલ ડેમના 15 દરવાજા 3.07 મીટર સુધી ખોલવામાં આવ્યા છે

સેટેલાઇટ તસવીર


વરસાદની આગાહી : ઓડિશા પર લૉ પ્રૅશર સક્રિય થતાં ગુજરાતમાં 26થી 28 ઑગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 26મી ઑગસ્ટના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખેડા, આણંદ, સુરત, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

27 ઑગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાંમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 28 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, રાજકોટ,જામનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
First published: August 26, 2019, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading