Home /News /gujarat /

'સત્ય પરેશાન થઇ શકે છે, પરાજીત નહીં, ફાંસી કરતાં આજીવન કેદ થઇ એ સારું થયું'

'સત્ય પરેશાન થઇ શકે છે, પરાજીત નહીં, ફાંસી કરતાં આજીવન કેદ થઇ એ સારું થયું'

    સાધ્વી દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઇને સુરતની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, તો તેને મદદ કરનારા તેના સાધક અને સાધવીને 10-10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટના ચૂકાદા બાદ દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેણીએ જણાવ્યું કે કોર્ટના ચૂકાદાથી તે ખુશ છે.

    દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ જણાવ્યું કે ફરિયાદ કરી ત્યારથી લઇને અત્યારસુધીમાં અમારા પર અનેક દબાણ કરવામાં આવ્યું હતું. મારા પતિ પર જાનલેવા હુમલો પણ થયો. તો સાક્ષીઓને પણ શારીરિક અને માનસિક રીતે દબાણ કરવામાં આવ્યું. જો કે સમગ્ર ઘટનામાં મને પરિવાર તરફથી સંપૂર્ણ સાથ સહકાર મળ્યો જેના કારણે આજે મને ન્યાય મળ્યો છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ નારાયણ સાંઇને આજીવન કેદ, જાણો કોને કેટલી સજા થઇ અને શું હતો સમગ્ર મામલો

    ફાંસી કરતાં આજીવન કેદ થઇ એ સારું થયું

    પીડિતાએ જણાવ્યું કે જ્યારે કોર્ટનો ચૂકાદો આવ્યો તો મારી આંખમાંથી ખુશીના આંસુ નિકળ્યા હતા. કોર્ટે જો તેને ફાંસીની સજા આપી હોત તો તે એકવારમાં જ મરી જાત પરંતુ આજીવન સજા ફટકારી તેનાથી તે જીવિત રહેશે ત્યાં સુધી યાદ કરશે કે તેને ક્યાં ગુનાની સજા મળી છે.

    પીડિતાએ જણાવ્યું કે નારાયણ સાંઇના સાધ્વી અને સાધક ગંગા, જમુના અને હનુમાન આ કામમાં મદદ કરતાં હતા. તેઓ ફોસલાવી અને વાતો કરી નારાયણ સાંઇને દુષ્કર્મમાં મદદ કરતાં હતા. આ માટે તેઓ વિવિધ કોડવર્ડનો ઉપયોગ કરતા, ખાસ કરીને તેમનો એક કોડ વર્ડ હતો કે ધ્યાન કરવા બોલાવે છે. નારાયણ સાંઇ પોતાને કૃષ્ણ જ ગણાવતો હતો. કુટિરમાં ગયા પછી નારાયણ મહિલાઓને રાધા કે ગોપીઓ કહીને બોલાવતો.

    પીડિતાએ વધુમાં જણાવ્યું કે મારા જેવી અનેક મહિલાઓ અને યુવતીઓ નારાયણ સાંઇના દુષ્કર્મનો ભોગ બની હશે પરંતુ તેના રાજકીય વગ અને પૈસાના દબાણને કારણે સામે આવી નથી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Asharam, Life imprisonment, Victim, Victim statement, ગુનો, નારાયણ સાઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन