સુરત : ભાઠેના વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, ફક્ત 100 રૂપિયાની લેતી-દેતીમાં યુવકની હત્યા

સુરત : ભાઠેના વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, ફક્ત 100 રૂપિયાની લેતી-દેતીમાં યુવકની હત્યા
સુરત : ભાઠેના વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, ફક્ત 100 રૂપિયાની લેતી-દેતીમાં યુવકની હત્યા

શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ભાઠેના વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો

  • Share this:
સુરત : શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ભાઠેના વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં માત્ર 100 રૂપિયાની લેવડ-દેવડને લઈને એક યુવકને લાકડાના ફટકા મારી પતાવી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરી હત્યા કરનારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેરમાં ખૂની ખેલ ખેલવાના બનાવો હવે સામાન્ય બની જઈ રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના પંકાયેલા ભાઠેના વિસ્તારમાં હત્યાનો આવો જ એક બનાવ બન્યો હતો. ઉધનાના ભાઠેના ખાતે આવેલા ગણેશશેરીમાં પ્લોટ નંબર 95માં ત્રીજા માળે કાપડનું કારખાનું આવેલું છે. જ્યાં કામ કરતા એક કારીગર છેદીલાલ કનૈયાલાલ અને ચંદુ ધોડિયા વચ્ચે રૂપિયા 100ની લેવડ-દેવડમાં માથાકૂટ થઈ હતી. જેથી ખાતાના માલિક આવતા બંને વચ્ચે સુલેહ કરીને બંનેને ઉપર મોકલી આપ્યા હતા.આ પણ વાંચો - વલસાડના ભિલાડમાં દારૂની નદી વહીં, મેદાનમાં દારૂના ખાબોચીયા ભરાયા

જોકે ત્યારબાદ ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. છેદીલાલે ચંદુ ધોડિયાને 100 રૂપિયા ઉધાર આપ્યા હતા. ચંદુ તે રૂપિયા પરત આપતો ન હતો. જેથી બન્ને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં છેદીલાલે ચંદુ ધોડિયાને લાકડાના ફટકા મારીને નાની મોટી અનેક ઈજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને નાસી ગયો હતો.

બનાવની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી અને ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી હતી. ગણતરીના કલાકોમાં હત્યા કરનાર છેદીલાલને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:Ashish Goyal
First published:April 17, 2021, 15:27 pm

ટૉપ ન્યૂઝ