સુરત : પુત્રીએ માતાને કહ્યું હતું -મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે

સુરત : પુત્રીએ માતાને કહ્યું હતું -મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોના વાયરસને હરાવ્યો

દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોના વાયરસને હરાવ્યો

  • Share this:
સુરત : કોરોના મહામારીમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. જે નથી બદલાયું એ છે લોકોનો સેવાભાવ, લાગણીઓ અને પરિવાર પ્રત્યેનો પ્રેમ. જે વ્યક્તિને દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે છે. આવો જ એક દાખલો વલસાડના ટ્યુશન-ક્લાસીસના 38 વર્ષીય શિક્ષિકા સ્વપ્નાબેન સંદિપભાઈ સેઘાવાલાએ પૂરા પાડ્યો છે.

વલસાડમાં 9 વર્ષીય પુત્રી અને પતિ સાથે રહેતા સ્વપ્નાબેનને 24 એપ્રિલના રોજ ટોનસીલની સમસ્યા અને તાવ જણાતા કોવિડ-19નો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ હતો. સાથે પરિવારના સભ્યોનો ટેસ્ટ કરાવતા નવ વર્ષની પુત્રીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો. પછીના દિવસે અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ થવા લાગી. પરિવારે વલસાડમાં આસપાસની હોસ્પિટલોમાં તપાસ કરતા જગ્યા ન મળતા સ્વપ્નાબેનને તત્કાલ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લઇ તેમણે વલસાડથી સુરત એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. નવ વર્ષની દીકરી કશ્વીને ઘરે હોમ આઈસોલેશનમાં રહીને સારવાર શરૂ કરી હતી.આ પણ વાંચો - અમદાવાદ : ફરજને સલામ, લગ્નના ચોથા જ દિવસે ફરજ પર હાજર થઇ લાગી ગયા કોરોના દર્દીની સેવામાં

સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા સ્વપ્નાબહેને જણાવ્યું કે મને 25 એપ્રિલના રોજથી શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા ઓક્સિજન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ તબિયત સુધાર જણાતા 3 મે થી નોર્મલ રૂમમાં રાખવામાં આવી. હોસ્પિટલના તબીબોની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર મળી છે. ઘરેથી છુટા પડયા ત્યારે દીકરી કશ્વીએ કહ્યું કે, મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના પણ મટી જશે.’ આમ દીકરીના શબ્દોના કારણે મનમાં નવી શકિત અને ઉર્જાનો સંચાર થયો હતો.

4 મે ના રોજ સ્વપ્ના બહેને કોરોનાને મ્હાત આપીને ઘરે હેમખેમ પહોંચ્યા ત્યારે દીકરીને 10 દિવસ બાદ મળવાનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હોવાનું સ્વપ્ના બહેને કહ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલનાં ડો.અમિત ગામિત અને ડો.ઝિનલ મિસ્ત્રી દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવી હતી. જેથી તેઓ 10 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્ત થયા હતા.
Published by:Ashish Goyal
First published:May 05, 2021, 22:23 pm

ટૉપ ન્યૂઝ