સુરતમાં છેલ્લા 4 દિવસમાં 3 માસૂમ બાળકી પર દુષ્કર્મથી ચકચાર

ઘટના સ્થળે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ

 • Share this:
  કિર્તેશ પટેલ, સુરત

  સુરતમાં છેલ્લા ચાર દિવસમાં 3 બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચ્યો છે. અમરોલી વિસ્તારમાં 8 વર્ષિય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં રોષની લાગણી છે તો બીજી બાજુ આરોપીની વહેલી તકે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં એક 8 વર્ષની બાળાને એક નારાધમ ઝાડી-ઝાખડામાં લઇ ગયો હતો ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકીએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને કરી અને સૌપ્રથમ બાળકીને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ 'તમારા ઘરમાં રોજ બીજા માણસો કેમ આવે છે?': વિધવા ભાભીને દિયરે ફટકારી

  સુરત શહેરમાં છેલ્લા 4 દિવસમાં 3 બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેના કારણે કાયદો વ્યવસ્થા અને સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતના સચિન બરફ ફેક્ટરી નજીક બુધવારે સવારે 4 વરષી માસુમ બાળકી ઉપર ઘર સામે રહેતા બે નરાધમોએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઇ હતી. બંને યુવકોનેસ્થાનિક રહેવાસીઓએ પકડી ઢોર માર મારી પોલીસને હવાલે કર્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: