સુરત અગ્નિકાંડઃ કડોદરામાં 481 મિલકતોને ફાયર સેફટીની નોટિસ

 • Share this:
  કેતન પટેલ, બારડોલીઃ સુરતમાં થયેલા માનવ સર્જિત અગ્નિકાંડમાં 22 જેટલા નિર્દોષ બાળકો હોમાયા બાદ સમગ્ર ગુજરાતમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે કડોદરા નગર પાલિકા અને પલસાણા તાલુકા પંચાયત દ્વારા 481 જેટલી મિલકતોની નોટિસ પાઠવવામાં આવી હતી.

  સુરતમાં થયેલી હોનારત બાદ સમગ્ર ગુજરાતમાં તપાસનો દોર શરૂ કરી દેવાયો છે સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ આ ગોઝારી ઘટના બાદ તાકીદે મિટિંગ બોલાવી જિલ્લામાં ફાયર સેફટી ન હોય તેવી મિલકતોની નોટિસ આપી પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો જેના ભાગરૂપે કડોદરા નગર પાલિકા દ્વારા પણ 70 જેટલી મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી 50 જેટલી મિલકતોમા ફાયર સેફટીના અભાવે નોટિસ પાઠવવામાં આવી હતી.

  અહીં ક્લિક કરી વાંચોઃ બોલિવૂડની સ્લીમ અભિનેત્રીનો આ જીમ વીડિયો જોઇને નહીં હટે નજર

  વાત કરીએ કડોદરા નગર પાલિકાની તો દીવા તળે અંધારા જેવી જ સ્થિતિ છે નગર પાલિકા દ્વારા ફાયર સેફટી ન હોય તેવી મિલકતોના માલિકોને નોટિસ તો પાઠવવામાં આવી પરંતુ કડોદરા નગર પાલિકામાં જ પ્રથમ દ્રષ્ટિએ ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે માત્ર 3 કિલોના 7 ફાયર એસ્ટોડર ના બાટલા મૂકી સંતોષ માન્યો છે અને કડોદરા નગરમાં હાઇરાઈઝ ઘણી એવી બિલ્ડીંગોમાં ફાયર સેફટીનો અભાવ છે.

  પલસાણા તાલુકા પંચાયત દ્વારા 3 દિવસમાં ટ્યૂશન કલાસ, શૈક્ષણિક સંસ્થા , હોસ્પિટલો, હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ, કોમ્પ્લેક્ષ , મોલ તેમજ સિનેમા ઘરો મળી આઠ ગ્રામ પંચાયતની ટિમો મળી 655 જેટલી મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે પૈકી 431 જેટલી મિલકતો ને નોટિસ આપી ત્રણ દિવસમાં ફાયર સેફટીની સુવિધા લઈ એન.ઓ.સી મેળવી લેવા જણાવ્યું હતું. સુરતમાં થયેલી હોનારત બાદ જાગેલા સરકારી તંત્ર દ્વારા ગેરકાયદે મિલકતોની નોટિસ તો ફળવવામા આવી છે પરંતુ તેઓ વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી તે જોવું રહ્યું.
  Published by:Sanjay Vaghela
  First published: