વાપી રેલવે સ્ટેશનથી ફોન ચોરી ભાગતા યુવાનનું ટોળાએ માર મારતા મોત

News18 Gujarati
Updated: February 12, 2019, 8:36 AM IST
વાપી રેલવે સ્ટેશનથી ફોન ચોરી ભાગતા યુવાનનું ટોળાએ માર મારતા મોત
પ્રતિકાત્મક તસવીર

વાપી રેલવે સ્ટેશન ઉપર મુસાફરનો મોબાઇલ ચોરીને ભાગેલા યુવકને લોકોએ પીછો કરી પકડીને ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ વાપી રેલવે સ્ટેશન ઉપર મુસાફરનો મોબાઇલ ચોરીને ભાગેલા યુવકને લોકોએ પીછો કરી પકડીને ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું હતું. મોબલિંચિંગની આ ઘટના અંગે પોલીસે લોકટોળા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વાપી નગર પાલિકાના ગ્રાઇન્ડ ઉપર રવિવારે એક અજાણ્યો યુવાન બેહોશ હાલતમાં મળી આવ્યો હતો. તેની જાણ વાપી ટાઉન હોલીસને કરાતા પોલીસે તે બેહોશ યુવાનનો કબ્જો લઇ 108 એમ્બ્યુલન્સના માધ્યમથી દવાખાનામાં લઇ જઇ તપાસ કરાવતાં તેનું મોત નિપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. વળી તેને કોઇએ ખુબ માર માર્યો હોવાથી તેનું મોત થયાનું બહાર આવ્યું હતું.

વાપી ટાઉન પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતક રાહુલ ઉર્ફે સંતોષ કે જે ઘણા સમયથી વાપી રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વગેરે વેચતો હોવાની ઓળખ થતાં પોલીસે આ મામલે રેલવે પોલીસને સાથે રાખી સ્ટેશન ઉપર વધુ તપાસ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, વાપી રેલવે સ્ટેશનને રવિવારે મળસ્કે એક મુસાફરનો મોબાઇલ ચોરીને રાહુલ ઉર્ફે સંતોષ ભાગવા જતાં તે મુસાફરે બુમાબુમ કરી હતી.

આ પણ વાંચોઃ-અંકલેશ્વરઃ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો, પતિને પતાવી દીધો

આથી ત્યાં લોકોના ટોળાએ રાહુલ ઉર્ફે સંતોષને પકડી પાડ્યો હતો. ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેને પકડીને પોલીસ સ્ટેશન લઇ જતા હતા ત્યારે તે લોકોના ટોળામાંથી છટકીને ભાગી છૂટ્યો હતો. તે પછી તે કદાય પાલિકાના ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયો હતો અને ત્યાં તેનું મોત થયું હતું.

આ ઘટના રેલવે પોલીસ મથકની હદમાં બની હોવાથી વાપી ટાઉન પોલીસે આ કેસ રેલવે પોલસને રિફર કર્યો હતો. જે બાદ રેલવે પોલીસે લોકટોળા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
First published: February 12, 2019, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading