
ગાંધીનગરઃ રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા એસટી તંત્રની સુવિધાઓમાં વધારો કરવા એક અનોખી પહેલ કરવામા આવી છે.ટૂંક જ સમયમાં એસટી બસ માટે એક ખાસ મોબાઇલ એપ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરાશે. જેના દ્વારા મુસાફરો બસોના ટાઇમ ટેબલ સહિત બસ વહેલી છે કે મોડી તે પ્રોપર જાણી શકશે. અને મુસાફરોના સમય અને શક્તિ બંન્ને નો બચાવ થશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત એસટી બસ માટેની મોબાઇલ એપ ગુજરાત ખાતે લોન્ચ કરાશે.