ઘરે 2 મહેમાનની વ્યવસ્થા કરી હોય અને 10 મહેમાન આવી જાય તો ઘર પણ અટવાઈ જાય છે : કુમાર કાનાણી

ઘરે 2 મહેમાનની વ્યવસ્થા કરી હોય અને 10 મહેમાન આવી જાય તો ઘર પણ અટવાઈ જાય છે : કુમાર કાનાણી
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કુમાર કાનાણી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા

હોસ્પિટલોમાં દર્દીઓને જગ્યા નથી મળી રહી અને દવા, ઇન્જેક્શન સહિતની ઊણપ ઊભી થઈ છે આવા સવાલોના જવાબ આપતા કુમાર કાનાણી અકળાઈ ગયા

  • Share this:
    ભરતસિંહ વાઢેર, વલસાડ : રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કુમાર કાનાણી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. વલસાડની મુલાકાત દરમિયાન તેઓએ વલસાડ કલેકટર કચેરી પર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય સહિત પદાધિકારીઓ સાથે એક હાઇ લેવલ ની બેઠક યોજી હતી. મહત્વપૂર્ણ છે કે કુમાર કાનાણી વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે આથી કોરોનાની આ પરિસ્થિતિમાં વલસાડ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તંત્ર દ્વારા થઇ રહેલા કાર્યો અને સંક્રમણ અટકાવવા માટે થઈ રહેલા પ્રયાસોની માહિતી મેળવી હતી. સાથે જ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કઈ રીતે અટકાવવા શું તૈયારીઓ કરવામાં આવી છે તેની પણ સમીક્ષા કરી હતી.

    વર્તમાન સમયમાં કોરોના સામેની આ લડતમાં આવનાર સમયમાં કરવામાં આવનાર પ્રયાસોની રણનીતિ અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. બેઠકમાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર, વલસાડ જિલ્લા કલેકટર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કુમાર કાનાણીએ વલસાડ જિલ્લામાં ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’.અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ ગામોમાં કોરોના સંક્રમિત દર્દીઓને ગામમાં જ સુવિધા સાથે આઇસોલેટ કરવા માટે ગામની પ્રાથમિક શાળાઓમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સેન્ટરમાં ગામના તલાટી, સરપંચ ,ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યોની, સાથે ગામના આગેવાનો, આરોગ્ય કર્મીઓ અને શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. આમ મારુ ગામ કોરોના મુક્ત અભિયાન બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ પર ભેગા થાય તેવો દાવો રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કુમાર કાનાણી કર્યો હતો.



    આ પણ વાંચો - સુરત : 16 વર્ષીય વિદ્યાર્થિનીને ભગાડી વિધર્મી યુવાને અનેક વખત શરીર સંબંધ બાંધ્યા

    બેઠક બાદ મીડિયા સાથેની વાતમાં કુમાર કાનાણીએ રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો અંગે વાત કરી હતી. સાથે જ કુદરતી આફતની જે મહામારી છે આથી માણસના પ્રયાસો ટૂંકા પડી રહ્યા હોવાની લાચારી વ્યક્ત કરી હતી. સાથે ભરૂચની હોસ્પિટલમાં બનેલી દુઃખદ ઘટના અંગે પણ કુમાર કાનાણીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ અગાઉ પણ અનેક હોસ્પિટલમાં આવા બનાવો બની ચૂક્યા છે ત્યારે તેને રોકવા રાજ્ય સરકાર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વાત પણ કુમાર કાનાણીને મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી.

    જોકે વર્તમાન સમયમાં જે રીતે હોસ્પિટલોમાં દર્દીઓને જગ્યા નથી મળી રહી અને દવા, ઇન્જેક્શન સહિતની ઊણપ ઊભી થઈ છે. આવા સવાલોના જવાબ આપતા કુમાર કાનાણી અકળાઈ ગયા હતા. અને સરકારના પ્રયાસોનો બચાવ કરતા જણાવ્યું કે વ્યવસ્થાની પણ કેટલીક મર્યાદા હોય છે. આપણા ઘરે મહેમાન આવ્યા હોયને 2 મહેમાનની વ્યવસ્થા કરી હોયને 10 મહેમાન આવી જાય તો ઘર પણ અટવાઈ જાય છે. આમ જણાવીને ચાલતી પકડી હતી.
    Published by:Ashish Goyal
    First published:May 01, 2021, 15:36 pm

    ટૉપ ન્યૂઝ