Home /News /gujarat /

ગુજરાત નજીક આવેલું છે 'Mini Jammu Kashmir', વીડિયોમાં જુઓ મનમોહક નજારો

ગુજરાત નજીક આવેલું છે 'Mini Jammu Kashmir', વીડિયોમાં જુઓ મનમોહક નજારો

Gujarat Travel: ચારેબાજુ નાના-મોટા પર્વતોની હારમાળાઓ નદી અને આ જળાશય એવા આ  કુદરતના ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલા દૂધની જળાશય પર જાણે કુદરતે સોળે કળાએ સુંદરતા બક્ષી છે.

Gujarat Travel: ચારેબાજુ નાના-મોટા પર્વતોની હારમાળાઓ નદી અને આ જળાશય એવા આ  કુદરતના ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલા દૂધની જળાશય પર જાણે કુદરતે સોળે કળાએ સુંદરતા બક્ષી છે.

    ભરતસિંહ વાઢેર, દાદરા નગર હવેલી: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Dadranagar Haveli) અંતરિયાળ  છેવાડાના વિસ્તારમાં આવેલું દૂધની જળાશય (Dudhni lake) અત્યારે સહેલાણીઓમાં (picnic near Gujarat) આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ જાણીતા પર્યટન સ્થળ (new Travel spot near Gujarat) પર જળાશયમાં સહેલાણીઓની સહેલગાહ માટે લંગારાવામાં આવેલી 100થી  વધુ હોડીઓને રંગબેરંગી કાપડથી અને ફૂલોથી આકર્ષક સજાવટ કરતાં દૂધનીની  સુંદરતામાં વધારો થયો છે. ત્યારે ત્રણ પ્રદેશોના સંગમ સ્થળ એવી જગ્યા પર આવેલું આ દૂધની જળાશય મીની જમ્મુ કાશ્મીર (Mini Jammu Kashmir) તરીકે જાણીતું થઈ રહ્યું છે. ત્યારે વર્ષોથી સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલું દૂધની જળાશયનું  સૌંદર્ય અત્યારે  સોળે કળાએ ખીલી રહ્યું છે.

    હાલ સોળે કલાએ ખીલ્યું છે દૂધની જળાશય

    રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં દૂધની જળાશય આવેલું છે. દમણગંગા નદી પર આવેલા દૂધની જળાશય  જાણીતું પર્યટન સ્થળ છે.  તેની ચારેબાજુ નાના-મોટા પર્વતોની હારમાળાઓ નદી અને આ જળાશય એવા આ  કુદરતના ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલા દૂધની જળાશય પર જાણે કુદરતે સોળે કળાએ સુંદરતા બક્ષી છે. આથી દૂધની જળાશય સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

    બોટોને રંગબેરંગી કાપડ અને ફૂલોથી શણગારી છે

    હવે આ દૂધની જળાશયમાં સહેલાણીઓના સહેલગાહ માટે  લગાવવામાં આવતી 100થી વધુ બોટને રંગબેરંગી કાપડ અને ફૂલોથી શણગારવામાં આવી છે. આથી આ શણગારેલી બોટ આ જળાશયના સૌંદર્યમાં વધારો કરી રહી છે. આથી  સહેલાણીઓને સહેલગાહ કરાવતી બોટો પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

    કુદરતી વાતાવરણનો આનંદ માણે છે અને નીરવ શાંતિનો અનુભવ

    અહીંનું કુદરતી વાતાવરણ જમ્મુ-કાશ્મીરના કુદરતી વાતાવરણની યાદ અપાવે છે. આથી દૂધની મીની કાશ્મીર તરીકે પણ જાણીતું બની રહ્યું છે. આમ સંઘ પ્રદેશના છેવાડાના વિસ્તારમાં આવેલું આ દૂધની પર્યટકોને આકર્ષિત કરી રહ્યું છે. આથી  મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે અહીં આવે છે અને અહીંના કુદરતી નજારાનો આનંદ માણી અને આખો દિવસ કુદરતના ખોળામાં જ વિતાવે છે. શહેરોના ઘોંઘાટથી દૂર મોટી સંખ્યામાં લોકો આ જગ્યા પર આવી અહીંના કુદરતી વાતાવરણનો આનંદ માણે છે અને નીરવ શાંતિનો અનુભવ કરે છે.

    આ પણ વાંચો - South Indiaના આ પાંચ રોમાંચક સ્થળો જે તમારી New year Tripને અવિસ્મરણીય બનાવી દેશે

    અહીં ત્રણ પ્રદેશોની હદનો ત્રિવેણી સંગમ થાય છે

    અહીં ત્રણ પ્રદેશોની હદનો ત્રિવેણી સંગમ થાય છે. એક બાજુ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનું દૂધની ગામ છે તો બીજી બાજુ ગુજરાતના કપરાડા તાલુકાનું ચોંઢા અને વાડી તિસ્કરી ગામ આવેલું છે. તો અન્ય એક બાજુ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાનું ત્રમ્બક આવેલું છે. આમ બે રાજ્યો અને એક સંઘપ્રદેશની હદના  ત્રિવેણી સંગમ પર આવેલું આ સ્થળ વર્ષોથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.આથી દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા દુધની અને આસપાસના વિસ્તારને વિકાસ કરવામાં આવ્યો છે.

    આદિવાસી પરિવારો માટે પણ દૂધની એક રોજગારીનું માધ્યમ

    અહીં પાકી અને ફ્લોટિંગ  જેટી બનાવવામાં આવી છે. આ સાથે જ હોડીઓને પણ શણગારવામાં આવી છે. જે પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આમ દૂધની જળાશયનો  પ્રશાસન દ્વારા વિકાસ કરવામાં આવતાં મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવી રહ્યા છે. આ અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિક લોકો માટે સામૂહિક રોજગારીનું કોઈ અન્ય સાધન નથી. પરંતુ આ સ્થળનો વિકાસ કરવામાં આવતા પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. આથી  આસપાસના વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારો માટે પણ દૂધની એક રોજગારીનું માધ્યમ પણ પુરવાર થઈ રહ્યું છે. આથી કુદરતના ખોળામાં આવેલું દૂધની પર્યટકો માટે સૌથી મોટુ હરવા-ફરવાનું અને પિકનિકનું સ્થળ બની રહ્યું છે.



    પહાડો નદી અને જળાશયની સાથે અન્ય કુદરતી આકર્ષણને કારણે દૂધની પર્યટકોનું મન મોહી રહ્યું છે.આથી આવનાર સમયમાં અહીં પર્યટકોની સુવિધા માટે અન્ય આકર્ષણો પણ ઊભા કરવામાં આવે તો આ  નાનકડા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી નું દૂધની આ વિસ્તારના ગરીબ આદિવાસીઓ માટે સૌથી મોટું રોજગારીનું માધ્યમ પુરવાર થઈ શકે છે. જોકે, અત્યારે તો કુદરતી સૌંદર્યથી ભરપુર દૂધની પર્યટકો માટે માનીતું સ્થળ બની રહ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dadra Nagar Haveli, Gujarat Travel, ગુજરાત

    આગામી સમાચાર