Home /News /gujarat /

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતીવાસીઓને જાગૃત કરવા માટે વૃક્ષને માસ્ક પહેરાવી આપ્યો સંદેશો

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતીવાસીઓને જાગૃત કરવા માટે વૃક્ષને માસ્ક પહેરાવી આપ્યો સંદેશો

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતીવાસીઓને જાગૃત કરવા માટે વૃક્ષને માસ્ક પહેરાવી આપ્યો સંદેશો

વૃક્ષને પ્રદુષણ રૂપી કોરોના ના થાય તે માટે લોકોને મેસેજ આપવા માટે પહેરાવ્યું માસ્ક

સુરત : કોરોના વાયરસને લઈને લોકોને બાજુ માસ્ક વગર નહી ફરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સુરતમાં વૃક્ષને માસ્ક પહેરાવી સમાજને એક સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણે એટલું પણ પ્રદુષણ ના ફેલાવીએ કે વૃક્ષને કોરોના રુપી પ્રદુષણ માટે તેમને માસ્ક પહેરવાની જરૂર પડે, આ મેસજ સાથે સુરતમાં રક્તદાન કરીને સુરતના યુવા ગ્રૂપે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી.

કોરોના વાયરસને લઈને લાંબા સમાય બાદ લૉકડાઉન ખુલ્યું છે. ત્યારે કોરાનાના સંક્રમણ અટકાવા માટે તંત્ર દ્વારા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે હાલમાં આ વાયરસથી બચવા માટે લોકો મોટા પ્રમાણમાં માસ્કનો ઉપયોગ કરે છે. આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સુરતના એક યુવા ગ્રૂપ દ્વારા આજના દિવસે લોકોને જાગૃત કરવા માટે એક હોસ્પિટલ સામે આવેલા વૃક્ષને મોટુ માસ્ક પહેરવામાં આવ્યુ હતું અને તેના પર અનેક સંદેશા આપવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો - આ અમદાવાદીએ 15 મિનિટમાં તૈયાર થાય તેવા આઇ કાર્ડ માસ્ક બનાવ્યા, જાણો શું છે કિંમત

આ ગ્રૂપ દ્વારા લોકોને મેસેજ આપ્યો છે કે એટલું પણ પ્રદુષણ તમે ના ફેલાવો કે વૃક્ષને કોરોના રૂપી વાયરસ થઇ જાય અને તેને બચાવવા માટે આપણે વૃક્ષને માસ્ક પહેરવાની નોબત આવે. આ સાથે વિશ્વ પર્યાવરણ દિન હોવાને લઇને આ મેસેજ સાથે સેવા ભાવી ગ્રૂપ દ્વારા રક્તદાન પણ કરવામાં આવ્યુ હતું. આ ગ્રુપના આગેવાન ડૉ. દીપ્તિ પટેલ દ્વારા આવા અનેક સેવાના કાર્ય કરવામાં આવે છે. પ્રદુષણ અટકાવવા સાથે ખાસ કરીને તાપી શુદ્ધિકરણ જેવા મુદ્દે પણ સામાજિક કાર્ય કરતા હોય છે. આજના વિશ્વ પર્યાવરણ દિને લોકને જાગૃત કરવા સાથે કોરોના સામે પર્યાવરણ અને વાતાવરણ શુદ્ધ હોય તો બચી શકાય આ મેસેજ સાથે લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Mask, World Environment Day, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन