સેલવાસ : સાંસદ મોહન ડેલકર અને જેડીયુના ગઠબંધન દ્વારા ઘોષણાપત્ર જાહેર, આવા કર્યા વાયદાઓ

સેલવાસ : સાંસદ મોહન ડેલકર અને જેડીયુના ગઠબંધન દ્વારા ઘોષણાપત્ર જાહેર, આવા કર્યા વાયદાઓ
સેલવાસ : સાંસદ મોહન ડેલકર અને જેડીયુના ગઠબંધન દ્વારા ઘોષણાપત્ર જાહેર

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. જેને કારણે પ્રદેશનો રાજકીય માહોલ ગરમાયો છે

 • Share this:
  ભરતસિંહ વાઢેર, સેલવાસ : સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. જેને કારણે પ્રદેશનો રાજકીય માહોલ ગરમાયો છે. દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સાંસદ મોહન ડેલકર અને જેડીયુના ગઠબંધન વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે. આમ પ્રદેશમાં ત્રિપાંખિયા જંગના કારણે રાજકીય ગતિવિધિ તેજ થઇ ગઇ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર કબજો જમાવવા તમામ પક્ષો દ્વારા દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

  અપક્ષ સાંસદ મોહન ડેલકર અને જેડીયુના ગઠબંધન દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અનેક લોભામણા વાયદા કરવામાં આવ્યા છે. જેમાં પ્રદેશની એક માત્ર નગરપાલિકામાં આ ગઠબંધન સત્તા પર આવશે તો નગરપાલિકાની પહેલી મિટિંગમાં પ્રદેશમાં વધારેલા વિવિધ વેરાઓને તાત્કાલિક અસરથી ઘટાડવામાં આવશે. સાથે જ વધેલા વીજબિલમાં પણ રાહત આપવા માટેના પ્રયાસ કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં પાણી અને રોડની સુવિધાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે. પ્રદેશના હાવી અફસરશાહી પર લગામ લગાવવા માટે પ્રયાસો કરવામાં આવશે. નગરપાલિકામાં કાર્યરત હંગામી કામદારોના પડતર પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી પણ આપી આપવામાં આવી છે.  આ પણ વાંચો - દિવાળી પર લોન્ચ થશે Maruti Jimnyથી લઈને આ દમદાર કાર, કિંમત 5 લાખથી શરૂ, જાણો ખાસિયત

  અપક્ષ સાંસદ મોહન ડેલકર અને જેડીયુના ગઠબંધનની સાથે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ પ્રદેશની જનતાને રીઝવવા માટે નવા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. જેને કારણે પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે.
  Published by:Ashish Goyal
  First published:October 28, 2020, 22:08 pm

  ટૉપ ન્યૂઝ