Home /News /gujarat /

માંગરોળ: શિક્ષિકા ચાલુ ક્લાસે ધુણવા લાગતાં બાળકો ભયભીત, શાળાને કરાઇ તાળાબંધી

માંગરોળ: શિક્ષિકા ચાલુ ક્લાસે ધુણવા લાગતાં બાળકો ભયભીત, શાળાને કરાઇ તાળાબંધી

માંગરોળ તાલુકાના પાનસરા ગામમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે

માંગરોળ તાલુકાના પાનસરા ગામમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. અહીં શાળાને તાળાબંધી કરવામાં આવી છે.

    કેતન પટેલ, બારડોલી: માંગરોળ તાલુકાના પાનસરા ગામમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. અહીં શાળાને તાળાબંધી કરવામાં આવી છે. શાળાના શિક્ષિકાની ગેરવર્તણૂકને લઈ બાળકોમાં ભયનો માહોલ છે. આ શિક્ષિકા ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન ધુણતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાનો ગ્રામજનોએ નિર્ણય લીધો છે.

    ...ને અચાનક જ ધુણવા લાગ્યા શિક્ષિકા

    માંગરોળ તાલુકાના પાનસરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા અચાનક જ ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન અચાનક ધુણવા લાગતાં ઓરડામાં અભ્યાસ કરી રહેલા બાળકો અચાનક ડરી અને શાળાની બહાર નીકળી ગયા હતા. આ ક્રમ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, જેને લઈને ગ્રામજનો દ્વારા આજે શાળાને તાળાબંધી કરી દેવામાં આવી હતી.

    આ પણ વાંચો: સુરતમાં ખાડીનાં પાણી ઓસર્યા પણ કચરાનું સામ્રાજ્ય, તસવીરોમાં જુઓ શહેરનો આલમ

    એક વખત તો આખા ગામની કરી નાંખી સફાઇ

    ગ્રામજનો અને વાલીઓનો આક્ષેપ છે કે, શિક્ષિકા અંધશ્રદ્ધાને લઈને વારંવાર શાળામાં આવી હરકતો કરે છે. જોકે શાળાના આચાર્ય પણ શિક્ષિકાની આવી હરકતોથી હેરાન છે. શિક્ષિકા ક્યારેક ધુણવા માંડે છે તો ક્યારેક આખા ઓરડામાં કંકુ વેરી નાખે છે. ક્યારેક તો ગામના ઘરોમાં પણ કંકુનો છંટકાવ કરી આવે છે. એક વખત તો શિક્ષિકા આખા ગામમાં કચરો વારીને સફાઈ પણ કરી આવ્યા હોવાનું આચાર્ય જણાવી રહ્યા છે.

    કેમ કરે છે આવું?

    જોકે, શાળામાં કરવામાં આવેલી તાળાબંધીની ઘટનાને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોની ફરિયાદ સાંભળી હતી. તેમણે વહેલી તકે સમસ્યાનું નિરાકાર લાવવા જણાવ્યું હતું. જોકે, અધિકારી જણાવી રહ્યા છે તે મુજબ મહિલા શિક્ષિકા માનસિક અસ્વસ્થ છે અને તેમની આ બાબતે સારવાર પણ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन