સુરત : વરાછામાં હીરા કારખાનાના મેનેજરે 9.37 લાખ રૂપિયાના હીરા સગેવગે કરી નાખ્યા

સુરત : વરાછામાં હીરા કારખાનાના મેનેજરે 9.37 લાખ રૂપિયાના હીરા સગેવગે કરી નાખ્યા
કારખાનાના માલિક પંકજ ભાઈએ આ મામલે વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

સુરતનો મહત્વનો ઉદ્યોગ ડાયમંડ વિશ્વાસ પર ચાલે છે ત્યારે આ વેપારમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં છેતરપિંડીની ઘટના સતત વધી રહી છે

  • Share this:
સુરત : સુરતમાં વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડમાં બીજા માળે આવેલા હીરાના કારખાનામાં મેનેજરે અલગ અલગ ક્વોલિટીના રૂપિયા 9.37 લાખની કિંમતના ત્રણ પેકેટ હીરા સગેવગે કરી વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

સુરતનો મહત્વનો ઉદ્યોગ ડાયમંડ વિશ્વાસ પર ચાલે છે ત્યારે આ વેપારમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં છેતરપિંડીની ઘટના સતત વધી રહી છે. આવી વધુ એક છતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધવા પામી છે. મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતના કતારગામ હાથી મંદિર રોડ સિલ્વર સ્ટોન રીવરમાં રહેતા પંકજભાઈ કલ્યાણભાઈ જાસોલીયા ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પંકજ ભાઈ સુરતના વરાછા ખાતે આવેલ મિની બજાર પાસે ડાયમંડ વર્લ્ડમાં બીજા માળે હીરાનું કારખાનું ધરાવે છે.આ પણ વાંચો - સુરતના પાંડેસરા ખાતે આવેલા ભેસ્તાનમાં 5 શ્વાનને ચિકનમાં ઝેર આપી મારી નાખ્યા

પંકજભાઇએ ગઈકાલે તેમના કારખાનામાં મેનેજર રાજેશ ઉર્ફે રાજુ ભીમજી લકાણી અને પંકજ પ્રાગજીને હીરા તૈયાર કરવા માટે હીરાના પેકેટ આપ્યા હતા. જેમાં આપેલા પાંચ પેકેટમાંથી ડી-1. ડી-2 અને એન-1 વાળા હીરાના ત્રણ પેકેટ જેની કિંમત રૂપિયા 9,37,601 થાય છે. હીરાના પેકેટ સગેવગે કરી નાખ્યા હતા અને ટી બદલામાં હલકી ગુણવત્તા વાળા હીરા કામ કરી પરત આપ્યા હતા. આ હીરા તપાસ કરતા પંકજ ભાઈને ખ્યાલ આવી ગયો હતો કે આ હીરાનો બદલો મારી લેવા આવ્યો છે. ઉંચી ગુણવત્તાવાળા હીરા લઇને હલકી ગુણવત્તાના હીરા આપવામાં આવ્યા હતા.

આ મામલે મેનેજર અને કારીગરને કહેતા તે યોગ્ય જવાબ ના આપી શકતા કારખાનાના માલિક પંકજ ભાઈએ આ મામલે વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે પંકજભાઈની ફરિયાદ લઇને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:February 02, 2021, 16:45 pm

ટૉપ ન્યૂઝ