Home /News /gujarat /

કરૂણાંતિકા: યુવાન લિફ્ટમાં ફસાયો, અચાનક લિફ્ટ શરૂ થતાં માથું અને ધડ થઇ ગયું અલગ

કરૂણાંતિકા: યુવાન લિફ્ટમાં ફસાયો, અચાનક લિફ્ટ શરૂ થતાં માથું અને ધડ થઇ ગયું અલગ

પ્રતીકાત્મક તસવીર

Valsad News: કંપનીમાં સામાન લઇ જવાની લિફ્ટમાં 27 વર્ષના કામદાર સાગર શર્માનું માથું બહાર રહી જતા કામદારનું કરૂણ મોત નીપજ્યું છે.

    વલસાડ: જિલ્લામાં (Valsad news) એક ગમખ્વાર અકસ્માત (Valsad accident) સામે આવ્યો છે. વલસાડ જિલ્લા પાસે આવેલા દાદરા નગર હવેલીમાં આવેલી સન પ્લાસ્ટ કંપનીમાં સામાન લઇ જવાની લિફ્ટમાં કામદારનું માથું બહાર રહી ગયું હતું. લિફ્ટમાં કામદારનું માથું બહાર રહ્યું ત્યારે લિફ્ટ ચાલું થઇ જતા કામદાર યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. કામદાર લિફ્ટમાં ફસાતા માથું અને ધડ અલગ અલગ થઇ ગયા હતા. આ અંગેની જાણ દાદરા નગર હવેલીના પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી ગયા હતા.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, દાદરા નગર હવેલીમાં સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઇ જવાની લિફ્ટમાં 27 વર્ષના કામદાર સાગર શર્માનું માથું બહાર રહી જતા કામદારનું કરૂણ મોત નીપજ્યું છે. સાગરનું માથુ ફસાઇ ગયું હતુ. તે દરમ્યાન લિફ્ટ ચાલુ થઈ જતા સાગરનું માથું અને ધડ અલગ થઈ ગયા હતા. જેની જાણ આખા વિસ્તારમાં થતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

    આ પણ વાંચો:  જરાતમાં ક્યારથી બેસશે ચોમાસું?

    આ અંગેની જાણ થતા કંપનીના કામદારો અને સંચાલકને થતા તેમને ઘટના અંગે નજીકના પોલીસ મથકે જાણ કરી હતી. દાદરા નગર હવેલીના પોલીસ અધિકારીઓ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. દાદરા નગર હવેલીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.



    અમદાવાદમાં પણ બન્યો હતો આવો બનાવ

    આવો જ એક બનાવ અમદાવાદમાં પણ બન્યો હતો. શહેરના ખોખરામાં એક ગોજારો અકસ્માત થયો છે. ખોખરા વિસ્તારના અનુપમ સિનેમા સામેના શરણમ-6માં 30 વર્ષના યુવાન મંજીત યાદવનું લિફટમા ફસાતા કરુણ મોત નીપજીયું છે. નવી આકાર પામેલી શરણમ-6ના કોમર્શિયલ બિલ્ડીંગમા પહેલા માળે યુવક લીફટમા ફસાયો હતો. ખોખરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, ગુજરાત, વલસાડ

    આગામી સમાચાર