અંકલેશ્વર: લીવ ઇનમાં (Live-in) રહેતા કપલ અને તેમના પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભરુચ જિલ્લાનાં અંકલેશ્વરનાં (Ankleshwar) મોતાલી ગામમાં 8 વર્ષથી લીવઇનમાં રહેતા યુવકે 34 વર્ષની મહિલા ઉર્મિલાબેન વસાવાને (Urmilaben Vasava) ગ્લુકોઝની બોટલમાં સાઇનાઇડનું ઇન્જેક્શન (cyanide injection in Glucose bottle) આપીને મોતને ઘાટ ઉતારી છે. આ મહિલાને છાતીમાં સામાન્ય દુખાવો થતા ઓરેન્જ હોસ્પિટલમાં (Orange Hospital) લઇ જવામાં આવી હતી ત્યાં યુવકે આ કૃત્ય કરતા ચકચાર મચી ગઇ છે.
આ મહિલાનું મોત તો એક મહિના પહેલા થયું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post Mortem report) કઢાવતા આ ઘટસ્ફોટ થયો છે. પોલીસે હત્યા તેમજ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધીને મૃતક મહિલા જેની સાથે લીવઇનમાં રહેતી હતી તે જીગ્નેશ પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
સામાન્ય દુખાવમાં હોસ્પિટલમાં દાખલ કરી હતી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામની ગણેશ રેસિડેન્સીમાં રહેતો જીગ્નેશ પટેલ કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. સારંગપુરની 34 વર્ષના ઉર્મિલાબેન વસાવા 8 વર્ષથી જીગ્નેશ સાથે લિવ-ઈનમાં રહેતા હતા. 8મી જુલાઈના રોજ જીગ્નેશ પટેલે મહિલાના ભાઇ વિજય વસાવાને ફોન કરી જણાવ્યું હતું કે, ઉર્મિલાને છાતીમાં દુઃખાવો થયો છે, જેથી તેને દવાખાને જવા રીક્ષામાં આવું છું. જેથી વિજયભાઇ પોતાની ઇકો કાર લઇને વચ્ચે મળ્યાં અને બહેનને હોસ્પિટલ લઇ ગયા હતા. તેમને દાખલ કર્યાં બાદનાં તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. જે બાદ એક દિવસ ઉર્મિલાબેનની તબિયત અચાનક બગડી હતી અને તેમનું મોત નીપજ્યું હતું.
એફએસએલના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે
તપાસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતક ઉર્મિલાના ભાઇએ આપેલી ફરિયાદમાં તેણે કહ્યું છે કે, જિજ્ઞેશે ડોક્ટર સમક્ષ ચઢાવેલી બોટલમાં મહિલાને સાઇનાઇડનું ઇન્જેક્શન માર્યું હોવાનું કબલ્યું હતું. પ્રાથમિક તબક્કે સાઇનાઇડનો ઉપયોગ થયો હોવાની શંકા છે. જોકે, હાલમાં એફએસએલના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
નોંધનીય છે કે, ઉર્મિલાબેનમાં પ્રથમ લગ્ન રાજપીપળા ખાતે કુમસ ગામમાં થયા હતા. જે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી ઉર્મિલાબેન દીકરા અને દીકરી સાથે પિયર સારંગપુરમાં આવી ગયા હતા.જે બાદ તેમને જીગ્નેશ પટેલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
" isDesktop="true" id="1122265" >
ઉર્મિલાબેનનાં બાળકો તેમના પિયરમાં જ રહેતા હતા અને તેઓ જીગ્નેશ સાથે લીવઇનમાં રહેતા હતા. પરંતુ જીગ્નેશ પણ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. મહિલાની હત્યા માટે જીગ્નેશ પટેલને અન્ય મહિલા સાથેના સંબંધો જવાબદાર હોવાની પણ પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે.