ચીખલી : પાણીના ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ તણાયા, NDRFની જહેમત છતાં લાપત્તા

News18 Gujarati
Updated: July 31, 2019, 10:03 AM IST
ચીખલી : પાણીના ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ તણાયા, NDRFની જહેમત છતાં લાપત્તા
ચરી ગામના વૃદ્ધની શોધખઓળ કરવા માટે NDRFએ ભારે જહેમત ઉઠાવી હતી.

ચીખલી તાલુકાના ચરી ગામની ઘટના, ગઈકાલે પાણીમાં તણાયેલા મંગા પટેલનો હજુ કોઈ પતો નથી.

  • Share this:
રાજન રાજપુત, નવસારી : ચીખલી તાલુકાની ચરી ગામે એક ગોજારી ઘટના બની હતી જેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં વહેણ પાર કરવા જતાં 61 વર્ષના વૃદ્ધ તણાયા હતા. ડાંગરની રોપણી માટે ચેકડેમના પીચિંગ ઉપરથી સામા છેડે જઈ રહેલા વૃદ્ધ પાણીના ધસમસતા વહેણમાં તણાયા હતા. ગઈકાલે મોડી સાંજ સુધી વૃદ્ધની શોધખોળ કરાઈ હતી.

ચરી ગામના 61 વર્ષીય મંગા પટેલ પાણીમાં તણાતા હોય તેવા લાઇવ દૃશ્યો પણ સામે આવ્યા હતા. લાપતા વૃદ્ધની શોધખોળ માટે NDRFએ જહેમત ઉઠાવી હોવા છતાં ગઈકાલે સાંજ સુધી મંગા પટેલનો પતો ન મળતા સર્ચ ઑપરેશન પડતું મૂકાયું હતું. પાણી અને અંધારાના જોખમ સામે રાત્રે પડતું મૂકાયેલું સર્ચ ઑપરેશન હવે વહેલી સવારથી હાથધરાયું છે.

આ પણ વાંચો :  સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો, ડેમની સપાટી 122.30 મીટરે પહોંચી

જોકે, NDRFના સર્ચ ઑપરેશન છતાં વૃદ્ધની ભાળ ન મળતા ગ્રામજનો અને પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. NDRFની ટીમે ચેકડેમ અને આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઑપરેશન કર્યુ હતું. દોરડા બાંધી અને ચેકડેમના ધસમસતા પાણીમાં ઉતરેલી NDRFને ગઈકાલે નિરાશા સાંપડી હતી. જોકે, આજે ફરી NDRF સર્ચ કરી રહ્યું છે, ત્યારે વૃદ્ધ મંગા પટેલની કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલમાં લોકો સાવધાની વરતવી જોઈએ તે જ અનિવાર્યા છે, ચરી ગામના મંગા પટેલે લાપરવાહી દાખવી હતી કે પછી અકસ્માતે પાણીમાં પડ્યા તે પણ તપાસનો વિષય છે.
First published: July 31, 2019, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading