ભરતસિંહ વાઢેર, વલસાડ: જિલ્લાના (Valsad news) હિંગળાજ ગામે વીજળીના થાંભલા પર મીટરનો વાયર નાંખવા ચઢેલા એક વાયરમેનનું વીજ કરંટ લાગતાં થાંભલા પર જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. એક સ્થાનિક વ્યક્તિએ મનહરભાઈ નામના એક વાયરમેનને મીટરનો વાયર નાખવા બોલાવ્યા હતા. જોકે, થાંભલા પર કોઈ કારણસર તેમનોનો હાથ ફસાઈ જતા વીજ કરંટ લાગ્યો હતો. આથી તેમનું વીજ થાંભલા પર જ કરૂણ મોત નીપજયું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ટોળે વળ્યા હતા. મૃતકના મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતારવા કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના હિંગળાજ ગામે એક સ્થાનિક વ્યક્તિએ મીટરનો નવો વાયર નાંખવા માટે ખાનગી વાયરિંગનું કામ કરતા મનહરભાઈ પટેલ નામના એક વાયરમેનને જાણ કરી હતી. આથી વાયર નાખવા થાંભલા પર ચડેલા મનહરભાઈ પટેલનો કોઈ જીવંત વીજ તારને હાથ અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
વીજ કરંટ લાગ્યો બાદ તેમનો હાથ થાંભલા પર જ ફસાઈ ગયો હતો અને તેમનું થાંભલા પર જ કરૂણ મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને થાંભલા પર ફસાયેલા મૃતદેહને નીચે ઉતરવા પ્રયાસ કર્યા હતા.
જોકે, સ્થાનિક લોકો મૃતદેહને નીચે નહિ ઉતારી શકતા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી એમ્બ્યુલન્સ સ્ટાફે પણ પ્રયાસ કર્યા હતા પરંતુ તેમ છતાં મૃતદેહને નીચે ઉતારી શકતા ન હતા. આખરે થાંભલા પર ફસાયેલા વાયરમેન ના મૃતદેહને નીચે ઉતારવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આમ ઉપર ફસાયેલા મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતારવા કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર