Home /News /gujarat /સુરત : મશીનરી બનાવતી કંપનીએ 200 હીરા પેઢી પર કોપીરાઈટનો કેસ કરતા હાહાકાર
સુરત : મશીનરી બનાવતી કંપનીએ 200 હીરા પેઢી પર કોપીરાઈટનો કેસ કરતા હાહાકાર
રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે શહેરમાં રો-મટીરીયલ્સની શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે. આવા સમયમાં હીરા ઉદ્યોગમાં નવું સંકટ આવ્યું છે (પ્રતિકાત્મક તસવીર)
Surat Diamond industry - સુરત હીરા ઉદ્યોગમાં નવી મુસીબત સામે આવતા હીરાના વેપાર સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે
સુરત : હીરા ઉદ્યોગમાં (Diamond industry)મંદીના વાતાવરણ વચ્ચે ડાયમંડ ફેક્ટરી માટે નવી મુસીબત સામે આવી છે. ડાયમંડ ફેક્ટરી (Diamond Factory)માટે મશીનરી બનાવતી કંપનીએ સુરતની (Surat)200 હીરા પેઢી પર કોપીરાઇટનો કેસ (Copyright case)કરતા હીરાબજારમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતનો હીરા ઉદ્યોગ આમ તો દેશ-વિદેશમાં જાણીતો છે. સુરત હીરા ઉદ્યોગમાં નવી મુસીબત સામે આવતા હીરાના વેપાર સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કટ એન્ડ પોલિશ્ડ હીરાની માંગ વધી ગઈ છે ત્યારે આ હીરા બનાવવા માટે આજે મશીનરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. મશીનરીમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંનેનો ઉપયોગ થતો હોય છે. ઝડપથી અને ચોક્કસાઈ પૂર્વક કામ કરવા માટે હવે નાની હીરા પેઢીઓ પણ દુનિયા સાથે કદમ મિલાવી ટેક્નોલોજી સહિત મશીનરીઓ વસાવતી થઈ છે.
બીજી તરફ છેલ્લાં દોઢ મહિનાથી શહેરના હીરા ઉદ્યોગ પર માઠી અસર બેઠી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે શહેરમાં રો-મટીરીયલ્સની શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે. આવા સમયમાં હીરા ઉદ્યોગમાં નવું સંકટ આવ્યું છે. હીરા પેઢીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ શહેરની 200થી વધારે હીરા પેઢીઓ પર કોપીરાઈટનો કેસ કર્યો છે. એક તો હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે બીજી તરફ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઈટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓ સીલ કરાવી દીધી છે.
જેને લઇને સુરત ડાયમંડ એસોસિએશન હવે તમામ હીરા પેઢીઓ સાથે બેઠક કરી વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જેના માટે આગામી સોમવારના રોજ 200 હીરા પેઢીના આગેવાનો સાથે મીટિંગ કરશે ત્યાર બાદ આગળની રણનીતિ તૈયાર કરાશે.
ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ કહ્યું હતું કે હાલ હીરા માર્કેટની પરિસ્થિતી ખુબ જ ખરાબ છે, ત્યારે મંદીના માર વચ્ચે મશીનરી સિલ થઈ જવાથી કામ બંધ થતાં રોજગારી પર અસર પડશે. એટલા માટે ડાયમંડ અસોસિએશન તમામ 200 કંપનીને એક જ મંચ પર લાવી વચ્ચેનો રસ્તો કાઢશે.