સુરતમાં અકસ્માતની ચેતવણીરૂપ ઘટના: રસ્તો ઓળંગી રહેલો યુવકને બાઇક ચાલકે લીધો અડફેટે, જુઓ CCTV ફૂટેજ

બનાવ સીસીટીવીમાં કેદ.

Surat news: અઠવાગેટ વિસ્તારમાં રોડ ઓળંગી રહેલા એક યુવકને બાઇક ચાલકે અડફેટે લીધો હતો. જેને લઇને યુવકના શરીરે ગંભીર ઈજા થવા પામી હતી.

  • Share this:
સુરત: સુરતના અઠવાગેટ વિસ્તાર (Surat athwa gate area)માં રોડની બીજી તરફ જઈ રહેલા એક રાહદારીને એક બાઈક ચાલકે અડફેટે લીધો હતો. જેના પગલે યુવકને આ યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. જે બાદમાં આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં પણ વહેતો થયો છે. ટ્રાફિકથી ધમધમતા શહેરમાં આ પ્રકારના અકસ્માતો છાસવારે બનતા હોય છે. આવા અકસ્માતો (Road accidents)નો ભોગ બનવાથી બચવા માટે લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

સુરતમાં દરરોજ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. સામાન્ય રીતે રસ્તો ઓળંગતી વખતે લોકો ખૂબ જ સાવધાની રાખતા હોય છે પરંતુ ઘણી વખત વાહનચાલકો ગફલતભરી રીતે વાહન હંકારતા હોય છે. જેના પગલે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવી જ એક ઘટના સુરતના અઠવાગેટ વિસ્તારમાં બનવા પામી હતી.

બનાવની વિગતે વાત કરીએ તો રોડ ઓળંગી રહેલા એક યુવકને બાઇક ચાલકે અડફેટે લીધો હતો. જેને લઇને યુવકના શરીરે ગંભીર ઈજા થવા પામી હતી. તેને સારવાર માટે તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે પીળો શર્ટ પહેરીને એક વ્યક્તિ રસ્તો ઓળંકી રહ્યો છે. આ દરમિયાન સામેથી એક બસ આવી રહી છે. તેની બાજુમાં એક બાઇક ચાલક આવી રહ્યો છે. જેણે આ વ્યક્તિને અડફેટે લીધો હતો.

અકસ્માત બાદ યુવકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયો છે. જ્યાં તેની તબિયત સારી હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીને રસ્તો ક્રોસ કરતી વખતે પોતાની જાતને સાચવવાનો સલાહ આપી રહ્યા છે. કારણ કે રોડ પર વાહનો બેફામ ગતિએ દોડતા હાય છે. એવામાં રસ્તો ઓળંગવા જતાં નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે. આ કેસમાં આ યુવાનનું નસીબ સારું હતું કે તેને માત્ર ઈજા પહોંચી હતી અને જીવ બચી ગયો હતો. આવા કેસમાં જીવ જવાનો પણ ખતરો રહેલો છે.

વાયરલ વીડિયોમાં રાહદારીને અડફેટે લીધા બાદ બાઇક ચાલક પણ નીચે પટકાયો હોવાનું જોઈ શકાય છે. જે બાદમાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હોવાનું પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published: