ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક અજીબ દુર્ધટના સામે આવી છે. દીપડાએ મોટર સાઇકલ પર જઈ રહેલા દંપતી પર એકાએક છલાંગ લગાવીને તેમના ચાર મહિનાના શિશુને છીનવી લીધું હતું. જોકે સદનસીબે આ બાળકને દીપડા પાસેથી બચાવવા સફળ રહ્યા છે. તેની થોડી ઈજા પહોંચી છે. આ ઘટનામાં વિક્રમ રાઠવાની પત્ની સપનાને ઈજા પણ પહોંચી હતી.
વિક્રમ રાઠવાએ પીટીઆઈને જણાવ્યું હતું કે હું અને મારી પત્ની સપના અમારા ચાર મહિનાના પુત્ર આયુષ સાથે મોટર સાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે છોટા ઉદેપુરના રાયપુર ગામ નજીક પહોંચ્યા હતા. તે સમયે ક્યાંકથી દીપડો એકાએક આવી પહોંચ્યો હતો અને અમારા નવજાત બાળકની છીનવીને ભાગી ગયો હતો.
આ ઘટના બાદ આજુબાજુથી ગામના લોકો આવી ગયા હતા અને ગામના લોકોની મદદથી બાળકને બચાવવા સફળ રહ્યા હતા. ત્રણેયને વડોદરાની શ્રી સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવજાત શિશુને પીઠમાં અને પગમાં ઇજા પહોંચી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર