સુરતમાં હવે પતરાં અને મંડપ કૌભાંડ આવ્યું સામે, માત્ર સેન્ટ્રલ ઝોનમાં 24 લાખથી વધુનો ખર્ચ


Updated: October 19, 2020, 7:15 PM IST
સુરતમાં હવે પતરાં અને મંડપ કૌભાંડ આવ્યું સામે, માત્ર સેન્ટ્રલ ઝોનમાં 24 લાખથી વધુનો ખર્ચ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં ડસ્ટબીન કૌભાંડ, ખીચડી-કઢી કૌભાંડ, શ્વાન ખસીકરણ કૌભાંડની ચર્ચા હજુ પૂરી થઈ નથી કે અને વધુ એક કથિત કૌભાંડ સામે આવ્યું

  • Share this:
સુરત : સુરતમાં ડસ્ટબીન કૌભાંડ, ખીચડી-કઢી કૌભાંડ, શ્વાન ખસીકરણ કૌભાંડની ચર્ચા હજુ પૂરી થઈ નથી કે અને વધુ એક કથિત કૌભાંડ સામે આવ્યું છે. આ વખતે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ અશ્વિન દ્વારા કરવામાં આવેલા આરટીઆઈમાં ખુલાસો થયો છે કે કોરોનાકાળમાં ક્લસ્ટર વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવાનો માત્ર સેન્ટ્રલ ઝોનમાં 24 લાખથી વધુનો ખર્ચ થયો છે.

સુરતમાં કોરોનાકાળમાં કોરોના દર્દીઓની સંખ્યા એક વખત ચિંતાજનક હતી. શહેરમાં ક્લસ્ટર ઝોનની સંખ્યા પણ સૌથી વધુ સામે આવી હતી. ક્લસ્ટર ઝોન માટે સુરત મહાનગરપાલિકાએ પતરા અને બેનર બનાવ્યા હતા. જેથી લોકોને માહિતી મળી શકે અને તકેદારીના ભાગરૂપે લોકો આ વિસ્તારમાં અવરજવર ના કરે. શહેરના દરેક વિસ્તારમાં આવી કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ અશ્વિન લાઠીયા પાલિકામાંથી મેળવેલી માહિતી ચોંકાવનારી છે.

આ પણ વાંચો - પંજાબ-મુંબઈની ડબલ સુપર ઓવર મેચમાં મિસ્ટ્રી ગર્લ છવાઇ, જાણો શું છે અસલી ઓળખ

અશ્વિન દ્વારા ક્લસ્ટર અને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. આરટીઆઇ દ્વારા ફક્ત સેન્ટ્રલ ઝોનની માહિતી સામે આવી છે. મનપાએ બધા ઝોનની માહિતી આપી ન હતી. 25 જૂનથી 30 જુલાઇ સુધીની માહિતી છે. જેમાં 25 લાખના પતરા અને મંડપનો ખર્ચ આવ્યો છે. રનિંગ ફુટે 9 થી 15 રૂપિયા ચૂકવ્યા છે. એક દિવસનો પતરાનો ચાર્જ આશરે 5 હજાર જેટલો ચૂકવાયો છે. એ એમ ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને 9 એપ્રિલથી 10 જૂનના 6,92,292 રૂપિયા ચૂકવ્યા છે. સુવિધા કેટરર્સને અલગ અલગ બીલથી 17,86,460 નાણાં ચૂકવાયા છે. એક જ દિવસમાં બિલો બનતા અનેક શંકા કુશંકા છે.

પાલિકા દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તે ચોંકવનાર છે કારણ કે સેન્ટ્રલ ઝોન તરફથી માહિતી આપવામાં આવી હતી. 24 લાખ કરતા પણ વધુ ખર્ચો થયો હતો. જેમાં એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટર 6.92 લાખ અને સુવિધા કેટર્સ નામની સંસ્થાને 17 લાખથી વધુના બીલો એક તારીખના બનાવી ચૂકવવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: October 19, 2020, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading